ETV Bharat / city

RTOની ડુપ્લીકેટ RC બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ - duplicate RC book

RTOની બનાવટી RC બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો (Interstate gang exposed) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) પર્દાફાશ કર્યો છે. 8 બનાવટી RC બુક કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ (2 accused arrested) કરતા ખુલાસો થયો હતો કે, જે કારની RC બુક ન હોય કે જે કાર પર લોન ચાલતી હોય તેવા વાહનોની વિગતો મેળવી આ શખ્સો 4થી 5 હજારમાં બનાવટી RC બુક બનાવી આપતા હતા.

Interstate gang
Interstate gang
author img

By

Published : Nov 20, 2021, 10:32 AM IST

  • RTOની બનાવટી RC બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ
  • 4થી 5 હજારમાં બનાવી આપતા હતા બનાવટી RC બુક
  • બેન્કમાં વાહનોની ઓરિજીનલ RC બુક જમા હોય તેવા વાહનોની બનાવટી RC બુક બનાવી

અમદાવાદ: RTOની બનાવટી RC બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતર રાજ્ય ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) પર્દાફાશ (Interstate gang exposed) કર્યો છે. જેમાં 8 બનાવટી RC બુક કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ (2 accused arrested) કરી હતી. બન્ને શખ્સો મૂળ અમદાવાદના રહેવાસી છે અને RTO માન્ય ગણાતી વાહનોની RC બુક બનાવટી બનાવવાનું કારખાનું ચલાવતા હતા.

RTOની ડુપ્લીકેટ RC બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

પોલીસે તપાસ કરતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો

ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે, અમદાવાદના સુભાષ બ્રિજ RTO પાસે કેટલાક શખ્સો વાહનોની બનાવટી RC બુક બનાવી આપે છે અને તેના બદલામાં ચારથી પાંચ હજાર રૂપિયા વસૂલે છે. આ વાહનોની RC બુક અંગે RTOમાં કરાવતા સામે આવ્યું કે RC બુકમાં બતાવેલા વાહન માલિકોના નામ RTOના ડેટા પ્રમાણે નહીં પરંતુ જૂના વાહનો ખરીદી માલિકોના નામે બોલતા હતા. જેના આધારે પોલીસે તપાસ કરતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો: AMARCHAND BANTHIYA: દેશની આઝાદીમાં આ ખજાનચીનું યોગદાન અમૂલ્ય, આ રીતે મોતને ભેટ્યા

છેલ્લા ઘણા સમયથી સંખ્યાબંધ વાહનોની RC બુક બનાવીને વેચી હતી

પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, પકડાયેલા બન્ને આરોપીઓએ છેલ્લા ઘણા સમયથી એવા સંખ્યાબંધ વાહનોની RC બુક બનાવી વેચી હતી કે જે વાહન માલિકોને ઓરિજિનલ RC બુક ન મળી હોય કે પછી બેન્ક ફાઈનાન્સથી વાહન લીધું હોય અને બેન્કમાં વાહનોની ઓરીજીનલ RC બુક જમા હોય તેવા વાહનોની બનાવટી RC બુક બનાવી આપતા હતા. જેના માટે RTOમાં વાહન અંગેની તમામ વિગતો જાણી RC બુકમાં છાપેલી અસલ સ્માર્ટકાર્ડ મેળવી લઈ તેની વિગતો તેમાંથી થીનર વડે મીટાવી નાંખતા. બાદમાં એજ સ્માર્ટ કાર્ડ ઉપર નવા વાહન માલિકોના નામ સરનામાં સહિતની વિગતો છાપી દેતા હતા. જેને પગલે વાહન માલિકોને પોતાની પાસે ઓરિજીનલ RC બુક છે કે બનાવટી તે અંગેનો ખ્યાલ નહોતો પડતો પરંતુ જ્યારે વાહન વેચવા જાય અથવા તો RC બુકનો RTOમાં કોઈ કામ પડે ત્યારે અંદાજ આવતો કે પોતાની પાસે આવેલી RC બુક બનાવટી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પકડાયેલા બન્ને આરોપીઓમાંથી (2 accused arrested) ઇમરાન સૈયદ ડીલર પાસેથી એક RC બુકના ત્રણથી ચાર હજાર રૂપિયા વસૂલી અન્ય આરોપી મોહમ્મદઅલી બુખારીને આપતો જેના બદલામાં મોહમ્મદ સૈયદ RC બુકમાં પ્રિન્ટ કરી આપવાના હજારથી પંદરસો રૂપિયા પર વસુલતો હતો. એટલું જ નહીં પકડાયેલા આરોપીમાંથી મોહમ્મદ અલી બુખારી તો વર્ષ 2010માં RTOની ડુપ્લિકેટ બનાવવાના ગુનામાં પણ પકડાઈ ચૂકેલો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આઠ જેટલી બનાવટી RC બુક પણ કબજે કરી છેલ્લા કેટલા સમયથી બનાવટી RC બુક બનાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા અને અત્યાર સુધીમાં આવા પ્રકારની કેટલી બનાવટી RC બુક બનાવેલી છે તે બાબતે પૂછપરછ શરૂ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે, પૂછપરછ બાદ આ આંતરરાજ્ય ગેંગમાં કોણ કોણ સંડોવાયેલું હોવાનું બહાર આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.