- અમદાવાદમાં તૌકતેને લઈને તમામ વિભાગ એલર્ટ
- કોરોના દર્દીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
- ઓક્સિજનનો બફર સ્ટોક તૈયાર
અમદાવાદ : તૌકતે વાવઝોડાને લઈને આજે અમદાવાદમાં બેઠક યોજાઈ હતી અને સંભવિત અસરને ધ્યાનમાં રાખીને જે જે ગામડાઓને નુક્શાન પહોંચે તેમ હોય તેવા ગામડાઓના લોકોને કોઈ પણ પ્રકારની હાની ન પહોંચે તેને લઈને તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
કોવિડના દર્દીઓને શિફ્ટ કરવા સૂચના
વવાઝોડામા ખાસ કરીને કોરોના દર્દીઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જરૂર પડે તો દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવામાં આવે જેના કારણે દર્દીઓને કોઈ નુક્શાન ન પહોંચે. કોવિડ હોસ્પિટલ અને ઓક્સીજન જનરેશન પ્લાન્ટ છે તે તમામ જગ્યા પર ડીજી સેટની ચકાસણી કરવામાં આવી રહી છે., ડિઝલનો પુરતો જથ્થો તથા 24 કલાક તેના મોનિટરિંગની કાર્યવાહી કરવા કાર્યપાલક ઈજનેર ઇલેક્ટ્રિકલને દિશા નિર્દેશ આપ્યા છે.
ઓક્સિજનનો બફર સ્ટોક
ઓક્સિજન પર અને વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને કોઈ તકલીફ ન પહોંચે તે માટે જેટલા પણ ઑક્સીજન સપ્લાયર્સ છે તેઓ પાસે આગામી ત્રણ દિવસનો બફર સ્ટોક તૈયાર રાખવા અને ઑક્સીજન મેનુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે ઇલેક્ટ્રિસિટીનો પુરવઠો સતત જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવા કરવામાં આવી છે.
આ પણ વાંચો : પોરબંદરના તમામ કોવિડ સેન્ટરમાં ઇમરજન્સી જનરેટરની કરાઈ વ્યવસ્થા
એમ્બ્યુલન્સ જેવા વાહનોનો માર્ગ ન અવરોધાય તેના પગલા
વાવાઝોડા ઉપરાંત કોવિડ અને મ્યુકોરમાઈકોસિસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લેતા ઑક્સીજન સપ્લાય, એમ્બ્યુલેન્સ તથા અન્ય ઈમરજન્સી વાહનો માટે રસ્તાઓમાં કોઈપણ પ્રકારનો અવરોધ ના બને તે માટેની તમામ તૈયારી કરવામાં આવી છે.. જેં પણ રસ્તાઓના કામો હાલ ચાલતા હોય તે તમામ કામો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યા છે. ઉપરાંત રસ્તાઓ સિકયોર કરવા જેથી કરીને ભારે પવન કે વરસાદને કારણે કોઈ જાનહાનિ ન થાય. આર એન્ડ બી વિભાગ દ્વારા જિલ્લાના તમામ જેસીબી, ટ્રેક્ટર્સ વગેરે જેવી લોજીસ્ટિક્સની વ્યવસ્થા કરી રાખવા આર એન્ડ બી સ્ટેટ, પંચાયત, એન.એચ.એ.આઈ, ફોરેસ્ટને સૂચના આપવામાં આવી છે.
સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ
જ્યાં પણ લોકોનું સ્થળાંતર થયું છે ત્યાં એન.જી.ઓ મારફતે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાવામાં આવશે, જિલ્લામાં પાણી પુરવઠો સતત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે., જિલ્લામાં તમામ હોસ્પીટલમાં, ઑક્સીજન પ્લાન્ટમાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કીલ્ડ, સેમી સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે વલનરેબલ પોલ્સ આઈડેન્ટીફાઈ કરવા અને જરૂરી માલસામાનનું આગોતરું આયોજન કરવા પણ સંલગ્ન અધિકારી વિભાગને સૂચના આપવામાં આવી છે.
આ સમયે કોમ્યુનિકેશન અગત્યનું સાધન
જિલ્લા કલેક્ટરે બી.એસ.એન.એલ.ને જિલ્લામાં કોમ્યુનિકેશનની વ્યવસ્થાઑ ખોરવાય નહીં તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ટાવર્સનું સમારકામ કરાવામાં આવ્યું છે તથા જિલ્લાના તમામ સર્વિસ પ્રોવાઇડર સાથે બેઠક કરવી તેમજ પ્રાંત અધિકારીઓ સાથે સંકલન કરવા આવ્યું છે.