ETV Bharat / city

મંગળયાન અને ચંદ્રયાન પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવનારાં ગુજરાતી વૈજ્ઞાનિક મિનલ રોહિતની અનોખી સિદ્ધિ - ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન

અત્યારે ભારત દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી (Indian Independence Day) કરી રહ્યો છે. ત્યારે ભારત પ્રત્યે જેણે દેશપ્રેમ દાખવ્યો અને દેશ માટે કંઈક કરી છૂટ્યા છે તેવા દેશપ્રેમીને યાદ કરવા જ રહ્યા. તેવા જ ભારતના અને ગુજરાતનાં પૂત્રી (Nari Shakti) મિનલ રોહિત એક વૈજ્ઞાનિક (ISRO Systems Engineer Minal Rohit) થયાં. તેમણે ISRO સાથે સંકળાઈને અવકાશ સંશોધન ક્ષેત્રે મોટુ કાર્ય કર્યું છે. તો આવો તેમની સિદ્ધિ પર કરીએ એક નજર.

મંગળયાન અને ચંદ્રયાન પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવનારાં ગુજરાતી વૈજ્ઞાનિક મિનલ રોહિતની અનોખી સિદ્ધિ

author img

By

Published : Aug 10, 2022, 9:28 AM IST

અમદાવાદઃ અત્યારે વિશ્વમાં કદાચ એવી કોઈ જગ્યા નથી કે, જ્યાં ભારતીયોએ પોતાનો ડંકો ન વગાડ્યો હોય. જમીન પર હોય કે પછી આકાશ પર કે પછી અંતરિક્ષમાં. દરેક જગ્યાએ ગુજરાતીઓ અને ભારતીયોએ (Nari Shakti) પોતાના નામને હંમેશા રોશન કર્યું છે. આવી જ રીતે મૂળ રાજકોટના અને ISROમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં મિનલ રોહિતનો (ISRO Systems Engineer Minal Rohit) પણ દેશમાં મહત્વનો ફાળો રહ્યો છે. તો આવો તેમણે કયા મિશનમાં પોતાની ભૂમિકા ભજવી હતી. તેની પર કરીએ એક નજર.

ગુજરાતી મહિલાની સિદ્ધિ - મિનલ રોહિત એ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (Indian Space Research Organisation ISRO)માં સિસ્ટમ એન્જિનિયર (ISRO Systems Engineer Minal Rohit) છે. તેમણે મંગળ પર મંગળયાન મોકલવાની પરિયોજનામાં કાર્ય કર્યું હતું. તેઓ નિરમા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી (Ahmedabad Nirma University of Technology) સ્નાતક થયા પછી ISROમાં જોડાયા હતા. તેમણે એમઓએમની ટીમના મિકેનિકલ એન્જિનિયરો સાથે (MOM Team System Integration Engineer) કાર્યું કર્યું છે. અવકાશયાન સાથે સંકળાયેલી સિસ્ટમો અને મિથેન સેન્સરનું નિરીક્ષણ કર્યું હતું. તેમ જ એમઓએમ છોડનારી ટીમમાં તેમણે સિસ્ટમ ઈન્ટિગ્રેશન એન્જિનિયર તરીકે કાર્ય કર્યું હતું.

આ પણ વાંચો-કૃષિક્ષેત્રે 'નારી તું નારાયણી' પંક્તિને સાર્થક કરતી મહિલા ખેડૂતો લોકોને આપે છે પ્રેરણા

એક સ્પેસ શૉ જોયા પછી જીવનનું ધ્યેય બદલાયું - મિનલ રોહિતનો જન્મ ગુજરાતના (Minal Rohit From Gujarat) રાજકોટમાં થયો હતો. બાળપણથી તેમણે ડૉકટર બનવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ ધોરણ 8માં ભણતા વખતે તેમણે ટીવી પર એક સ્પેસ શૉ જોયો અને તેમણે તેમનું ધ્યેય બદલી નાંખ્યું હતું. મિનલ રોહિત વર્ષ 1999માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ટેક સાથે તેઓ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાંથી સ્નાતક થયાં અને અમદાવાદની નિરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Ahmedabad Nirma University of Technology) અને સાયન્સમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં ગોલ્ડ મેડલ (Electronics and Communication Engineering) જીત્યો હતો.

બે વર્ષ સુધી કોઈ રજા નહી - મિનલ રોહિતે ISROમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન એન્જિનિયર તરીકે કારર્કિદી શરૂ કરી હતી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં કામ કર્યું હતું. મંગળ ઓર્બિટેર મિશન (Mars Orbiter Mission) પર કામ કરનારા 500 વૈજ્ઞાનિકમાંથી તેઓ એક હતાં. મિશનના સિસ્ટમ એન્જિનિયર તરીકે ઓર્બિટેર દ્વારા લઈ જનારા સેન્સર્સને એકીકૃત કરીને પરિક્ષણ કરવામાં મદદ કરી હતી. તેમણે બે વર્ષ સુધી કોઈ રજા લીધી નહતી.

આ પણ વાંચો- નારી શક્તિને સલામઃ બહાદુરીનો રાષ્ટ્રપતિ એવોર્ડ જીતનાર આનંદીબહેન પટેલનું રાજકીયક્ષેત્રે મોટુ યોગદાન

ચંદ્રયાન-2 પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મેનેજર - મિનલ રોહિત મુખ્ય એન્જિનિયર બન્યાં. ચંદ્રયાન 2 પ્રોજેક્ટસના પ્રોજેકટ મેનેજર (Project Manager of Chandrayaan 2 Project) પણ થયાં અને હાલ તેઓ ISROમાં ડેપ્યૂટી પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે છે. તેઓ રાષ્ટ્રીય અવકાશ એજન્સીનાં પ્રથમ મહિલા ડિરેક્ટર બનવાનું લક્ષ્ય ધરાવે છે.

અનેક એવોર્ડ મેળવ્યા - મિનલ રોહિતને વર્ષ 2007માં તેમના ટેલિમેડિસિન પ્રોગ્રામમાં ફાળો આપવા બદલ ISRO તરફથી યંગ સાયન્ટિસ્ટ મેરિટ એવોર્ડ (Young Scientist Merit Award) અને ઈનસેટ 3ડી મીટિરીઓલોજિકલ પેલોડ્સ (Inset 3D meteorological payloads) પરના તેમના કામ માટે ISRO ટીમ એક્સેલન્સ એવોર્ડ 2013માં જીત્યો હતો.

પૂર્વ વડાપ્રધાને કર્યા હતા વખાણ - એમ.ઓ.એમ. પ્રોજેક્ટ અંગે, મિનલ અને તેમનાં સાથીઓએ 15 મહિનાના ટૂંકા સમયમાં મિશન પર કરેલા કામ અંગે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે તેમના ભાષણમાં પ્રશંસા કરી હતી. ટેલિમેડિસિન કાર્યક્રમમાં ફાળો આપવા બદલ તેમને ISRO યંગ સાયન્ટિસ્ટ મેરિટ એવોર્ડ 2013માં મળ્યો હતો. સાથે જ તેમને સી.એન.એન.ની વર્ષ 2014ની વુમન ઑફ યરમાં નામ આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.