- મુસ્લિમ સમાજ દ્વારા ભારતીય ટીમનો જુસ્સો વધારવા સુત્રોચાર કર્યા
- ક્રિકેટ પ્રેમીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
- ટીમ ઇન્ડિયાની જીત માટે કરાઇ પ્રાર્થના
અમદાવાદ : આજે રવિવારે ભારત પાકિસ્તાનની ક્રીકેટ મેચ ઘણા સમય બાદ રમાઇ રહી છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના લોકોએ ભારતની ટીમના જુસ્સો વધાર્યો હતો. જમાલપુર દરવાજા પાસે મુસ્લિમ સમાજના આગેવાનોએ ભારતના ધ્વજ સાથે ભારત જીતે તે માટેના સુત્રોચાર કર્યા હતા. તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ ભારતની ટીમ પાકિસ્તાનને કારમી હાર આપે તે માટે પ્રાર્થના કરી હતી.
ટીમ ઇન્ડિયાની જીત માટે કરી પ્રાર્થના
મુસ્લિમ આગેવાન રઉફ બંગાલી એ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ ઘણા સમય બાદ યોજાઈ રહી છે અને તેના કારણે જ ક્રિકેટ પ્રેમીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મુસ્લિમ સમાજ ભારતની ટીમની સાથે છે તેમજ ફરીથી પાકિસ્તાનને ભારત હરાવશે તેવી આશા છે. ત્યારે જમાલપુર દરવાજા પાસે મુસ્લિમ સમાજ દ્વારા ભારતનો ઘ્વાજ ફરકાવીને ભારતની જીત માટે આશા વ્યક્ત કરી હતી અને પાકિસ્તાનની હાર માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો : IND VS PAK T20 World Cup 2021 Live: ભારતની ત્રીજી વિકેટ પડી, સ્કોર 39-3 પર પહોંચ્યો
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સોમવારે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની કરશે શરૂઆત