ETV Bharat / city

Gas Cylinders Price : રાંધણ ગેસના બાટલામાં ફરી ધગધગતો ડામ - 14 કિલો ગેસ સિલિન્ડરની કિંમત આજે

દેશની પ્રજાને ફરી એકવાર રાંધણ ગેસનો (Gas Cylinders Price) ધગધગતો ડામ આપ્યો છે. જી હા, રાંધણ ગેસના બાટલાના ભાવમાં (Gas Cylinders Price Today) ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. જાણો હવે કેટલાનો મળશે રાંધણ ગેસના બાટલો.

Gas Cylinders Price : રાંધણ ગેસના બાટલામાં ફરી ધગધગતો ડામ

author img

By

Published : Jul 6, 2022, 11:22 AM IST

Updated : Jul 6, 2022, 11:46 AM IST

ન્યૂઝ ડેસ્ક : મોંઘવારીના મોરચે સામાન્ય માણસને (Gas Cylinders Price Today) મોટો ફટકો પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ, ડીઝલની સાથે સાથે CNG ગેસ અને રાંધણ ગેસ તેમજ ખાદ્ય તેલ અને શાકભાજી કઠોળના ભાવ ઉંચા નીચા થતા જોવા મળે છે. ત્યારે હવે ફરી એકવાર ગેસ કંપનીઓએ ડોમેસ્ટિક રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે. જી હા, રાંધણ ગેસના બાટલાના (Gas Cylinders Price) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

સામાન્ય પ્રજાને હાલ દૂર - વર્તમાન સમયમાં મોંઘવારીથી કોઇપણ પ્રકારની રાહત મળવાની આશા દેખાતી નથી, ત્યારે ઘરેલુ રાંધણ ગેસને લઈને વધુ એક ભાવ વધારો સામે આવ્યો છે. ગેસ કંપનીઓએ ડોમેસ્ટિક રાંધણ ગેસના બાટલાના ભાવમાં વધારો કરી દીધો છે. ઇન્ડિયન ઓઇલની તરફથી મળતી માહિતી પ્રમાણે 14.2 કિલોગ્રામ ડોમેસ્ટિક રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારબાદ તેના ભાવ હવે 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચો : LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો, જાણો ક્યા શું છે ભાવ

ક્યાં કેટલો ભાવ - કંપનીઓએ 6 જુલાઈની સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર (Gas Cylinders Price in ahmedabad) 50 રૂપિયા મોંઘુ કરી દીધુ છે. આ સાથે જ દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ મુંબઈમાં 1052.50 રૂપિયા, કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1079 અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે. ગુજરાતમાં 14.2 કિલો સિલિન્ડરના હવે 1050 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય તેલમાં ભાવ વધારો થતા સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ

કેટલો વધારો - 19 kg વાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 8.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો (LPG Gas Cylinders Price) ઘટાડો કરાયો છે. જ્યારે 14.2 kg વાળા ગેસના (14 kg Gas Cylinders Price Today) બાટલાની સાથો સાથ 5kg ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરાયો છે. તેના ભાવમાં પ્રતિ સિલિન્ડર 18નો વધારો કરાયો છે. 22 માર્ચ 2022ના રોજ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને એનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો.ત્યારે હવે ફરીથી 7 મે 2022 ના રોજ રાંધણગેસના ભાવમાં ફરી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ છે.

Last Updated : Jul 6, 2022, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.