અમદાવાદ : અમદાવાદની નજીક આવેલા શિલજ ગામ ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે અનુપમ સ્માર્ટ શાળાનું (Anandiben Patel visiting Ahmedabad) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આનંદીબેન પટેલ શાળાના દરેક ક્લાસમાં જઈને બાળકો માટે કઈ કઈ સુવિધા છે. તેની ચકાસણી કરી હતી. અને સરકારી સ્માર્ટ શાળાના (Inaugurated Anupam School) વખાણ પણ કર્યા હતા.
આ પણ વાંચો : Craft Route Exhibition in Surat: આનંદીબેન પટેલે પીએમ મોદીની કરી ખાસ શબ્દોમાં મોટી પ્રશંસા
બાળકોને આપો તેટલું ઓછું છે - આનંદીબેન પટેલ (Governor of UP Anandiben Patel) જણાવ્યું હતું કે, હાલના સમય એટલે કે 21મી સદીના બાળકોના આઈકયું ખૂબ જ ઉંચા છે. તે તરત જ યાદ કરી લે છે. એટલે એક શિક્ષક બાળકોને જેટલું આપે (Smart School in Shilaj village) તેટલું ઓછું છે. શાળાઓમાં સરકારની સાથે સાથે સમાજનો સહકાર ખૂબ જરૂરી છે. કેમ કે તે શાળામાં આપણાં બાળકો ભણવાના છે. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે શિક્ષણીક ક્ષેત્રના વિકાસને લઈને ભાર રાખ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતના વિકાસની ગતિ અટકશે નહિ, વડાપ્રધાન મોદીએ જે રસ્તો આપ્યો છે એ જ રસ્તે ભુપેન્દ્ર પટેલ પણ ચાલશે: પૂનમ માડમ
નવીનતમ ટેકનોલોજીની શાળા - અમદાવાદ શહેરમાં શિક્ષણની અલખ જગાવનાર નવીનતમ ટેકનોલોજીથી સજ્જ અનુપમ (સ્માર્ટ) શાળાઓ તૈયાર કરી હતી. જેમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના વરદ્હસ્તે મેયર કિરીટકુમાર પરમાર, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યકક્ષાના પ્રધાન ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથે સાથે વારંવાર સ્થળાંતર કરતા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે અર્થે પણ (Government Smart School in Gujarat) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.