અમદાવાદ- ઑનલાઇન બેઠક બાદ મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, આજની તારીખે અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય સહિતના કુલ 1,436 કેસ પોઝિટિવ નોંધાયેલા છે. ૭૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ૫૩ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આજની તારીખે ૬,૯૩૧ લોકોને હોમ કોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સાથે ૨૪ કલાક સેવામાં રોકાયેલા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસની સક્રિય કામગીરી તેમજ લોકોના લોકડાઉનના પાલનને કારણે આપણે કોરોનાના સંક્રમણને નાથવામાં આપણે મહદઅંશે સફળ રહ્યા છીએ.
અમદાવાદ જિલ્લામાં બે દિવસમાં 1,559 યુનિટો શરૂ થયાં, 30,000 લોકોને રોજગારી મળવાની શરૂ - લૉક ડાઉન
વર્તમાનમાં કોરોના પરિસ્થિતિને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે તે જિલ્લામાં રહેલા પ્રધાનો જિલ્લા કચેરી ખાતેથી જ ઑનલાઇન વિડિયો કોન્ફરન્સિંગમાં સહભાગી થાય છે, આજે બુધવારે મહેસૂલપ્રધાન કૌશિક પટેલ અમદાવાદ કલેક્ટર કચેરીથી રાજ્ય મંત્રીમંડળની ચોથી વીડિયો કોન્ફરન્સ કેબિનેટની બેઠકમાં સહભાગી થયા હતાં. જેમાં અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 1559 યુનિટો શરૂ કરવામાં આવ્યા છે, તેની ચર્ચા થઈ હતી.
![અમદાવાદ જિલ્લામાં બે દિવસમાં 1,559 યુનિટો શરૂ થયાં, 30,000 લોકોને રોજગારી મળવાની શરૂ અમદાવાદ જિલ્લામાં બે દિવસમાં 1,559 યુનિટો શરૂ થયાં, 30,000 લોકોને રોજગારી મળવાની શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6899879-thumbnail-3x2-industres-7202752.jpg?imwidth=3840)