ETV Bharat / city

અમદાવાદઃ હોસ્પિટલમાં થઈ સફળ બ્રેઇન સર્જરી, ચાલું ઓપરેશનમાં પેશન્ટે કર્યા ગીતાજીના પાઠ

author img

By

Published : Dec 31, 2020, 9:58 PM IST

Updated : Dec 31, 2020, 10:44 PM IST

તાજેતરમાં ગીતા જયંતીનો તહેવાર ગયો છે, ત્યારે અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતા ગીતાજીના પાઠ દ્વારા એક પેશન્ટની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. દર્દીએ ચાલુ સર્જરીમાં ગીતાજીનું પઠન કર્યું હતું.

હોસ્પિટલમાં થઈ સફળ બ્રેઇન સર્જરી
હોસ્પિટલમાં થઈ સફળ બ્રેઇન સર્જરી

  • દર્દી દ્વારા કરવામાં આવ્યું ગીતાનું પઠન
  • ચાલું ઓપરેશનમાં દર્દીએ કર્યા ગીતાના પાઠ
  • બ્રેઇન સર્જરી કરવા માટે દર્દી એ કંઈપણ બોલવું જરૂરી હોય છે

અમદાવાદઃ તાજેતરમાં ગીતા જયંતિનો તહેવાર ગયો છે, ત્યારે અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતા ગીતાજીના પાઠ દ્વારા એક પેશન્ટની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટર જ્યારે ઓપરેશન થિયેટરમાં પ્રવેશ કરે ત્યારે પેશન્ટ માટે તે ભગવાન સમાન ગણવામાં આવે છે ત્યારે પેશન્ટ દયાબેન બુધેલીયાને મગજમાં ગાંઠની બીમારી થઈ હતી, જેના કારણે તેમને બ્રેઇનની સર્જરી કરવા માટે અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા.

પેશન્ટને જગાડીને ઓપરેશન કરવામાં આવે છે

દયાબેનની બ્રેઇન સર્જરી દરમિયાન ડોકટરે તેમને કંઈપણ બોલવાનું કહ્યું હતું, જેથી ડોકટર આ સર્જરી દરમિયાન તેમની સ્થિતિને સમજીને સરળતાથી સર્જરી કરી શકે. આ સર્જરીમાં પેશન્ટને જગાડીને ઓપરેશન કરવામાં આવે છે.

ડૉ. કલ્પેશ શાહ
ડૉ.કલ્પેશ શાહ

ઓપરેશન થિયેટરમાં દર્દી દ્વારા ગીતાના પાઠનું પઠન

દયાબેન નામના પેશન્ટને મગજમાં ખેંચ આવી હતી અને ત્યારબાદ તેમની સર્જરી કરવામાં આવી હતી, તેઓએ ડોકટરને ચાલુ ઓપરેશન દરમિયાન ગીતાજીના પાઠ બોલવા માટે વિનંતી કરી હતી અને જયારે ડોકટર દ્વારા ઓપરેશન થિયેટરમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, તે સમયે દયાબેન દ્વારા ગીતાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

ઓપરેશનમાં લકવો થવાની સંભાવનાઓ વધુ હતી

દર્દીને ગાંઠ એવી જગ્યા એ હતી કે તેને લકવો થવાની સંભાવનાઓ વધી ગઈ હતી, ત્યારે ઓપરેશનના સમય દરમિયાન દર્દીને ભાનમાં રહેવું ખૂબ જ જરૂરી હોય છે. જેથી આ દરમિયાન દર્દી દ્વારા ગીતાના પાઠનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું.

ડોકટર સ્ટાફને પણ પ્રથમવાર આ પ્રકારનો અનુભવ

આ વિષય પર ETV Bharat દ્વારા સર્જરી કરનાર ડો. કલ્પેશ શાહ સાથે વાત-ચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી આ પ્રકારની સર્જરી કરું છુ, પરંતુ કોઈ પેશન્ટ દ્વારા ગીતાના પાઠ કર્યા હોય અને આ પાઠ કંઠસ્થ હોય તેવું પ્રથમવાર બન્યું હતું.

ઓપરેશન થિયેટરમાં સર્જાયું ધાર્મિક વાતાવરણ

દર્દી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમના માતા પિતાના સંસ્કાર અને આશીર્વાદ છે અને તેઓ ગીતામાં પૂર્ણ શ્રધ્ધા ધરાવે છે, તેમણે આ સંસ્કાર તેમના બે દીકરાઓને પણ આપ્યા છે. જેઓ પણ નાનપણથી ભગવાનના શ્લોોક અને પાઠ બોલે છે. ઓપરેશન થિયેટરમાં આ પ્રકારના શ્લોોક અને પાઠનું પઠન થવાના કારણે ઓપરેશન થિયેટરમાં પણ એક ધાર્મિક વાતાવરણનો અનુભવ ડોક્ટરોને થયો હતો.

ચાલું ઓપરેશનમાં પેશન્ટે કર્યા ગીતાજીના પાઠ

Last Updated : Dec 31, 2020, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.