અમદાવાદઃ હાઇકોર્ટમાં વીડિયો કોંફ્રેસિંગ થકી થતી સુનાવણીમાં તોસિફ વોરાએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ તેની ઝેરોક્ષની દુકાન પર STD કોલ કરવાની માંગ કરી હતી. જોકે એના હોવાથી તેણે ફોન પર વાત કરવાનો આગ્રહ કરતા તોસિફ વોરાએ આવેલા વ્યક્તિને પોતાનો ફોન આપ્યો હતો. ફોન પર થોડીક મિનિટ વાત કર્યા બાદ દુકાન પર આવેલ વ્યક્તિ 30 રૂપિયામી વસ્તુ ખરીદી નીકળી ગયો હતો. પોલીસે ઝેરોક્ષ દુકાનની પાસે આવેલા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તોસિફ વોરાએ દુકાન પર આવેલ અજાણી વ્યક્તિને ઓળખી કાઢ્યો હતો અને પોલીસે પૂછપરછ કરતા અજાણ્યા વ્યક્તિની ઓળખ અલ્પેશ પટેલ તરીકે સામે આવી હતી. આ સિવાય પોલીસે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ નિવેદન રેકોર્ડ કરતાં તેમણે જણાવ્યું કે અરજદાર વિજય શાહ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને તેમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. જેથી તેઓ શા માટે એમની ધરપકડ કરવા કહેશે. અરજદાર વિજય શાહે એક ગુનાના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે કોઈપણ વ્યક્તિ સીધી કે બીજી રીતે ન્યાયિક પ્રક્રિયાને હાનિ પહોંચે એ રીતે કોર્ટનો સંપર્ક અથવા તેને પ્રભાવિત કરી શકે નહિ. હાઈકોર્ટે ગુરૂવારના આદેશમાં રજીસ્ટ્રીને (IT) અજાણીયા નંબરની વિગત સાથેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ રજીસ્ટ્રી દ્વારા મંગળવારે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અજાણ્યો નંબરનો ધારક તોસિફ વોરા હોવાનું સામે આવ્યું હતું. હાઈકોર્ટે અજાણ્યા નંબર ધારક તોસિફ વોરા અને MLA નિરંજન પટેલનો નિવેદન રજૂ કરવાનો જિલ્લા પોલીસ વડાને આદેશ કર્યો છે.
હાઈકોર્ટે મહત્વનો અવલોકન કરતા કહ્યું કે જે કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરે તેની સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી શકે છે. હાઇકોર્ટ રજીસ્ટ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અજાણ્યો નંબર વર્ષ 2018માં રિલાયન્સમાંથી જિયોમાં પોર્ટ કરવામાં આવ્યો હતો. આરોપીના વકીલ તરફે કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મૂળ અરજદારની ધરપકડ કરવા માટે પોલીસને પણ નિરંજન પટેલ નામના કેટલાક અજાણ્યા કોલ આવ્યા હતા.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે સોમવારે લિસ્ટ થયેલી જામીન અરજીની સુનાવણી પહેલા જસ્ટિસ બેલા ત્રિવેદીને અજાણ્યો કોલ નંબરથી કોલ આવ્યો હતો, જેમાં પોતે MLA નિરંજન પટેલ વાતની ઓળખ આપી હતી, ત્યારબાદ જસ્ટિસએ તરત જ કોલ કટ કરી નાખ્યો હતો. જોકે ફરી ત્રણવાર આ કોલ આવતા ન્યાયાધીશે ફોન ઉપાડ્યો નહિ.