અમદાવાદઃ અમદાવાદ સોનાચાંદી બજારમાં ચાર દિવસમાં સોનાચાંદીના ભાવ સતત ઘટ્યાં છે. અધિક આસો મહિનો ચાલતો હોવાથી અને સોનાચાંદીના ભાવ ઘટયા હોવાથી અને સામે દીવાળીના તહેવારો નજીક છે, ત્યારે નવી ખરીદી નીકળવાની આશા છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડનો ભાવ 1858 ડૉલર રહ્યો છે, તેમજ સિલ્વરનો ભાવ 22.32 ડૉલર રહ્યો છે., આમ વૈશ્વિક બજારમાં ડૉલર મજબૂત થતાં સોનાચાંદીમાં સેલિંગ પ્રેશર આવ્યું હતું, અને ભાવ ઘટ્યાં હતાં.
અમદાવાદ બુલિયન બજારમાં સોનામાં રૂ.2500 અને ચાંદીમાં રૂ.8500 ગગડ્યાં - અમદાવાદ
છેલ્લાં ચાર દિવસથી સોનાચાંદીના ભાવ સતત ઘટી રહ્યાં છે. ચાર દિવસમાં સોનાના દસ ગ્રામે ભાવ રૂપિયા 2500 ઘટ્યો છે અને ચાંદીનો એક કિલોએ ભાવ રૂપિયા 8500 તૂટ્યો છે. ગોલ્ડ સિલ્વર ફયુચરમાં ઊંચા મથાળે પ્રોફિટ બૂકિંગ આવ્યું છે, જેને પગલે સ્થાનિક બજારમાં સોનાચાંદીના ભાવ સતત ઘટી રહ્યાં છે.
અમદાવાદ બુલિયન બજારમાં સોનામાં રૂ.2500 અને ચાંદીમાં રૂ.8500 ગગડ્યાં