અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં 379 અને 351 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. આ સિવાય દસ્ક્રોઈ તાલુકામાં 252 કેસ નોંધાઈ ચુક્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના કેસ હાલ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં ૫૮ લોકોના કોરોના ને લીધે મોત નીપજ્યાં છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 1500ને પાર થયો
અમદાવાદ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં સોમવાર સાંજ સુધીમાં નવા 13 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કુલ આંકડો વધીને 1531 થયો છે. અમદાવાદ જિલ્લાના બે તાલુકા ધોળકા અને સાણંદમાં કોરોના પોઝિટિવનો આંકડો વધીને ૩૦૦ પાર પહોંચી ગયો છે. અમદાવાદ ગ્રામ્યના આંકડામાં અમદાવાદ શહેરના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.