ETV Bharat / city

જમાલપુરમાં ટામેટાનું કેરેટ ચોરી ભાગતો ચોર પકડાયો તો લોકોએ ઠમઠોર્યો, યુવકે પોલીસ સ્ટેશન પહોંચી નોંધાવી ફરિયાદ - ચોર

શહેરના જમાલપુર વિસ્તારમાં ટામેટાએ કેટલાક લોકો માટે ભારે કરી છે. ટામેટાની ટ્રકમાંથી શ્રમિકો ટામેટા ભરેલા કેરેટ ઉતારતાં હતાં તે દરમિયાન એક યુવાને કેરેટ ચોરી કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બાજુની દુકાનવાળા દુકાનદાર જોઇ જતાં તેણે માલિકને જાણ કરી હતી અને આ ચોરને ઝડપી લીધો હતો. માર મારતા આસપાસના લોકો પણ એકઠા થઇ ગયાં હતાં. તેઓએ પણ હાથ સાફ કરી આ ચોરને નગ્ન કરીને દોડાવ્યો હતો. એનો વીડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જમાલપુરમાં ટામેટાનું કેરેટ ચોરી ભાગતો ચોર પકડાયો તો લોકોએ ઠમઠોર્યો, નગ્ન કરી દોડાવ્યો, યુવકે પોલીસ સ્ટેશન પહોંચી નોંધાવી ફરિયાદ

author img

By

Published : Dec 24, 2020, 4:04 PM IST

  • જમાલપુરમાં ટામેટાનું કેરેટ ચોરીને ભાગતા ચોરને લોકોએ માર મારી નગ્ન કરી દોડાવ્યો
  • યુવકને લોકોએ પકડી ગડદાપાટુંનો માર મારી નગ્ન કરી દોડાવ્યો
  • લોકોએ યુવકનો વી‌ડિયો બનાવી વાઈરલ કરી દેતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

    અમદાવાદઃ જમાલપુર એપીએમસી માર્કેટમાં ટામેટાંની ટ્રકમાંથી ટામેટાં ભરેલ કેરેટ ચોરીને ભાગવા જતા યુવકને લોકોએ પકડી ગડદાપાટુંનો માર મારી નગ્ન કરી દોડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યાં ઊભેલા લોકોએ યુવકનો વી‌િડયો બનાવી વાઈરલ કરી દેતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
  • બન્યો હતો આવો બનાવ

જમાલપુર‌િબ્રજ નીચે રહેતા પ્રકાશભાઈ કટારાએ ચાર લોકો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રકાશ એપીએમસી શાકમાર્કેટમાં શાકભાજીના કામકાજની છૂટક મજૂરી કરે છે. ગઈ કાલે રાતના આઠ વાગ્યાની આસપાસ પ્રકાશ જમાલપુર શાકમાર્કેટમાં મજૂરીકામ અર્થે ગયો હતો. ત્યાં દુકાન નંબર-પપ આગળ એક ટામેટાં ભરેલ ટ્રક ઊભી હતી, જેમાંથી મજૂરો ટામેટાંનાં કેરેટ ઉતારતા હતા અને પ્રકાશ ચોરીછૂપીથી મજૂરોની નજર ચૂકવીને ટામેટાં ભરેલ ટ્રકના ડાલામાંથી એક કેરેટ ઊંચકીને લઈ ત્યાંથી નાસવા જતો હતો. તે વખતે ચોરી કરતાં દુકાનદારની નજર પ્રકાશ પર પડતાં તેમણે ચોર-ચોર પકડો-પકડોની બૂમો પાડતાં આસપાસ ઊભેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો.

  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    દુકાનદાર અને અન્ય ત્રણ-ચાર માણસોએ પ્રકાશને ગાળો બોલી લાફો ઝીંકી ગડદાપાટુંનો માર માર્યો હતો અને જોતજોતામાં આ લોકોએ પ્રકાશનાં કપડાં કાઢી નગ્ન કરી દોડાવ્યો હતો. આ દરમિયાનમાં ત્યાં ઊભેલા કેટલાક લોકોમાંથી કોઈએ પ્રકાશનો વ‌ી‌િડયો ઉતારી વાઇરલ કરી દીધો હતો, જેથી પ્રકાશે દુકાનદાર મોહંમદમીર કુરેશી તેમજ અન્ય લોકો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દુકાનદારે પણ ટ્રકમાંથી ટામેટાંની ચોરી કરનાર પ્રકાશ કટારા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.