ETV Bharat / city

ગુજરાતમાં પુષ્ય નક્ષત્રમાં 300થી 350 કિલોગ્રામ સોનું-ચાંદી ખરીદાયા - સોનાની ખરીદી

દિવાળીના તહેવારો નજીક છે, ત્યારે પુષ્ય નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવા શુભ મનાય છે અને આજે શનિવારે પુષ્ય નક્ષત્ર છે, પરિણામે આજે શનિવારે સવારથી શુભ ચોઘડિયામાં સોના-ચાંદીના જ્વેલર્સના શોરૂમ પર સોનું-ચાંદી અને ઘરેણા ખરીદવા ભારે ભીડ ઉમટી હતી. સોના-ચાંદીના ભાવ ઊંચા હોવા છતાં ખરીદી વધી છે.

ગુજરાતમાં પુષ્ય નક્ષત્રમાં 300થી 350 કિલોગ્રામ સોનુંચાંદી ખરીદાયા

author img

By

Published : Nov 7, 2020, 8:03 PM IST

  • પુષ્ય નક્ષત્રએ સોનાચાંદીની સારી ખરીદી થઈ
  • 300થી 350 કિલોગ્રામ સોનું-ચાંદી વેચાયા
  • ગત વર્ષ કરતાં 30થી 40 ટકા ઓછું વેચાણ

અમદાવાદઃ શનિવાર અને રવિવાર એમ બે દિવસ પુષ્ય નક્ષત્ર છે. આમ છતાં શનિવારે સોના-ચાંદીના ખરીદીના પ્રમાણમાં વધારો થયો છે. કોરાનાને કારણે લોકડાઉનમાં ધંધાવેપાર બંધ હતાં. લોકોની આવક બંધ હતી, પરંતુ આજે શનિવારે પુષ્ય નક્ષત્રના પ્રથમ દિવસે ગુજરાતમાં કુલ 300થી 350 કિલોગ્રામ સોના-ચાંદીનું વેચાણ થયું છે.

300થી 350 કિલોગ્રામ સોનુંચાંદી વેચાયા
  • પુષ્ય નક્ષત્ર પહેલાં જ સોના-ચાંદીના ભાવ ઊછળ્યાં

સોનાચાંદીના ભાવ ખૂબ ઊંચા છે. પુષ્ય નક્ષત્રના અગાઉના દિવસે જ અમદાવાદ બુલિયન બજારમાં ચાંદી ચોરસાના ભાવમાં એક કિલોએ રૂપિયા 3,500નો ઉછાળો આવ્યો હતો અને સોનામાં 10 ગ્રામે ભાવમાં રૂપિયા 900નો ઉછાળો આવ્યો હતો. આજે શનિવારે પુષ્ય નક્ષત્રના શુભ દિવસે અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદી ચોરસાનો એક કિલોએ ભાવ રૂપિયા 63,500-64,000 બોલાયો હતો. આ ઉપરાંત 999 ટચ સોનાનો 10 ગ્રામે ભાવ રૂપિયા 53,500-54,000 રહ્યો હતો. અમદાવાદમાં હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 52,920 હતો.

  • પુષ્ય નક્ષત્રમાં સોનાચાંદીની ખરીદી સ્થાયી સમૃદ્ધિ આપે છે

પુષ્ય નક્ષત્રમાં કરેલી ખરીદી શુભ મનાય છે અને અખંડ રહે છે. જ્યોતિષીઓના મતે આજે લક્ષ્મીનારાયણ યોગમાં પુષ્ય નક્ષત્ર હોવાથી સોનુંચાંદીની ખરીદી અતિશુભ મનાય છે અને સ્થાયી સમૃદ્ધિ આપે છે. આવતીકાલે રવિવારે સવારે 8.45 કલાક સુધી પુષ્ય નક્ષત્ર છે.

સોનાચાંદીના ભાવ ઊંચા હોવા છતાં ખરીદી વધી છે

  • દિવાળી પછી લગ્નોની ભરમાર

કોરાનાકાળમાં લગ્નો અને વાસ્તુ કે શુભ કામ થઈ શક્યાં નથી. જેથી હવે કેન્દ્ર સરકારે કોરોનાની અનલોકની ગાઈડલાઈન્સમાં દરેક પ્રસંગમાં 200 વ્યક્તિની છૂટ આપી છે. પરિણામે હવે દિવાળી પછી લગ્નો અને શુભ પ્રસંગોની ભરમાર શરૂ થશે. આથી જ દિવાળી પહેલાં સોનાચાંદીમાં લગ્નસરા ખરીદી નીકળી છે.

  • ગત વર્ષ કરતાં 40 ટકા ઓછું વેચાણ

જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદના પ્રમુખ જિગર સોનીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં 300થી 350 કિલોગ્રામ સોના-ચાંદીનું વેચાણ થયું છે. જેના માટે 10 દિવસ અગાઉથી બુકિંગ શરૂ થઈ ગયું હતું. કોરાના કાળ છે, તેમાંય સોના-ચાંદીનું સારુ વેચાણ થયું છે. જો કે, ગત વર્ષ કરતાં 30થી 40 ટકા ઓછું છે, પણ તોય કપરી સ્થિતિમાં વેચાણ સારું ગણી શકાય

  • કોરોનાને કારણે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું

એબી જ્વેલર્સના ઓનર્સ મનોજભાઈ સોનીએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે અને સોનું-ચાંદી ખરીદી કરવા પ્રત્યક્ષ જવું તેના કરતાં લોકોએ પુષ્ય નક્ષત્રની ખરીદી માટે એડવાન્સમાં જ બુકિંગ કરાવી દીધું હતું. તેમ જ લોકોએ સોનાનો ભાવ રૂપિયા 50,000ની ઉપર જ રહેવાનો છે, તે સ્વિકારી લીધું છે અને લગ્નોવાળાની ખરીદી વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.