ETV Bharat / city

અમદાવાદમાં બે ભાઈઓએ પોતાના 4 બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી? પોલિસે વધુ તપાસ હાથ ધરી - આપઘાત

અમદાવાદના જશોદાનગરમાં એક જ પરિવારના બે સગાં ભાઇઓએ પોતાના ચાર સંતાનો સાથે આપઘાત કરી લીધો છે. બંને ભાઈઓ પોતાના ઘરેથી બાળકોને લઈને ફરવા જવાનું કહીને નીકળ્યા હતાં પરંતુ હવે 6 મૃતદેહ પોલીસને મળ્યાં છે.

અમદાવાદમાં બે ભાઈઓએ પોતાના 4 બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી? પોલિસે વધુ તપાસ હાથ ધરી

author img

By

Published : Jun 19, 2020, 2:11 PM IST

અમદાવાદઃ મૂળ વટવામાં રહેતા ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ, તેમના 4 બાળકોના મૃતદેહ તેઓના જૂના મકાનમાંથી મળી આવ્યાં છે. બંને ભાઈ 17 જૂને ઘરેથી બાળકોને લઈને ફરવા જવાનું કહીને નીકળ્યા હતાં તે બાદ 1 દિવસ સુધી ઘરે ન આવતાં એમની પત્નીએ શોધખોળ કરી હતી ત્યારે તેમના ફ્લેટ પર તપાસ કરતાં ફ્લેટ અંદરથી બંધ હાલતમાં જોવા મળ્યો હતો જેથી પોલીસને જાણ કરી હતી..

અમદાવાદમાં બે ભાઈઓએ પોતાના 4 બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી? પોલિસે વધુ તપાસ હાથ ધરી
ફ્લેટ ખોલવા માટે પોલીસે ફાયર વિભાગની મદદ લીધી હતી અને ફ્લેટનું તાળું તોડી નાખ્યું હતું. ત્યારે અંદર તપાસ દરમિયાન બંને ભાઈઓની આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યાં હતાં. રસોડામાં બંનેની 2 દીકરીઓ અને 2 દીકરા પણ મૃત હાલતમાં જોવા મળ્યાં હતાં. જેમને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક ભાઈ ગાડી લઈને આવ્યો હતો. જયારે અન્ય ભાઈ એક્ટિવા લઈને બાળકો સાથે આવ્યો હતો. બાળકોના મૃતદેહ પાસેથી પોલીસને પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યાં છે. તેથી બાળકોને કેફી દ્રવ્ય પીવડાવ્યાં બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે.પોલીસે પેનલ પોસ્ટ મોટર્મ કરવા માટે ડોક્ટરને જણાવ્યું છે. હાલ અકસ્માતે મોતના 6 ગુના નોંધ્યાં છે પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કાઈ ખુલાસા થશે તો હત્યાનો ગુનો પણ નોંધવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.