ETV Bharat / city

Third Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ

કોરોનાની ત્રીજી લહેરને (Third Wave Of Corona) જોતા રેલ્વે તેનું સંચાલન ઘટાડી શકે છે. કોરોનાના કારણે પ્લેટફોર્મ પર ભીડ એકત્રિત થતી રોકવા માટે કન્ફર્મ ટિકિટ વગરની કોઈપણ વ્યક્તિને પ્લેટફોર્મ પર પ્રવેશથી વંચિત (platform tickets may be closed again) કરવામાં આવી શકે છે.

Third Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ
Third Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ
author img

By

Published : Jan 7, 2022, 1:56 PM IST

અમદાવાદ: ભારતીય રેલ સમગ્ર દેશમાં સૌથી વધુ પેસેન્જરોનું વહન કરતું એક માત્ર માધ્યમ છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સતત મુસાફરોનું પરિવહન કરે છે, જ્યારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત (third wave of Corona started in India) થઈ ચૂકી છે, ત્યારે આ માધ્યમ દ્વારા કોરોના વિસ્ફોટ (Corona explosion)સર્જાઈ શકે છે.

અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ

કોવિડ ટેસ્ટિંગ અને વેકસીન અને માસ્ક

વર્તમાનમાં અમદાવાદ રેલવે સ્ટેશનથી 85 જેટલી ટ્રેનો ચાલે છે. હજારો મુસાફરો ગુજરાતના સૌથી મોટા સ્ટેશન ઉપર અનેક રાજ્યો અને અનેક જિલ્લામાંથી આવે છે., તેઓ કોરોનાના પ્રવર્તક ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation Ahmedabad ) દ્વારા રેલવે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. એક મહિના પહેલા અહીં દરરોજના 100-150 ટેસ્ટ થતા હતા. જેની સંખ્યા વધારીને 300 જેટલી કરાઈ છે. જો કે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો નહિવત જેટલો છે. બીજી તરફ વેક્સિનની વાત કરવામાં આવે તો દરરોજના 40થી 50 જેટલા લોકો અહીં વેક્સિન લે છે. મોટાભાગના મુસાફરો માસ્ક પહેરે છે, પરંતુ સેનિટાઈઝરના ઉપયોગનો અભાવ જોવા મળ્યો હતો.

રેલ્વે તરફથી કેવી સાવધાનીઓ

અમદાવાદ મંડળના પબ્લિક રીલેશન ઓફિસર જે.કે. જયંતે ETV ભારતન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના વધુ પ્રસરે નહિ તે માટે રેલવેમાં પેસેન્જરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવે છે. તેમણે રસી લીધી હોય અને માસ્ક પહેરે તેવો આગ્રહ રાખવામાં આવે છે. માસ્ક નહીં પહેરનાર મુસાફર પાસેથી 500 રૂપિયા દંડ વસુલાય છે. રેલવેમાંથી પરદા, ઓશીકા અને ચાદર દૂર કરવામાં આવ્યા છે. દરેક ટ્રેનને ટ્રીપ પહેલા અને ત્યારબાદ સેનીટાઇઝ કરવામાં આવે છે.

રેલ કર્મચારીઓ માટે સુરક્ષા

કોરોનાની ત્રીજી લહેરને લઈને (Third Wave Of Corona) રેલ અધિકારીઓની મીટીંગ મળી છે, જેમાં સંભવત પગલાં સ્વરૂપે રેલવેમાં પણ 50 ટકા સ્ટાફ સાથે સંચાલન કરાય તેવું આયોજન છે. દરેક કર્મચારીએ વેકસીન લીધેલ છે. ગુજરાતની દરેક રેલવે હોસ્પિટલોમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા ઓક્સિજન વ્યવસ્થાઓ સુદૃઢ કરાઈ છે.

બિનજરૂરી એક્સેસને રોકવાના પ્રયત્ન

કોરોનાની ત્રીજી લહેરને જોતા રેલ્વે તેનું સંચાલન ઘટાડી શકે છે. કોરોનાની બીજી લહેરની જેમ જ આ વખતે પણ પ્લેટફોર્મ પર ભીડ એકત્રિત થતી રોકવા માટે કન્ફર્મ ટિકિટ વગરની કોઈપણ વ્યક્તિને પ્લેટફોર્મ પર પ્રવેશથી વંચિત કરવામાં આવી શકે છે, એટલે કે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ રદ કરાવામાં આવી શકે છે.

આ પણ વાંચો:

Increase in Corona case : આજથી સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી થશે

third wave in corona : કોરોનામાં નબળા સ્વાસ્થ્ય ધરાવતા બાળકો માટે રિવર્સ ક્વોરન્ટાઇન પદ્ધતિથી લેવાશે પગલા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.