ETV Bharat / city

અમદાવાદમાં 6 ઝોન સિવાય 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશેઃ AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ 6 ઝોનમાં દુકાનો ખોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો.કે બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે. મનપાના કમિશનર વિજય નહેરાએ કેન્દ્રના જાહેરનામા બાદ રાજ્ય સરકારે કરેલા નિર્ણય પર અમદાવાદ શહેર અને કન્ટેઇન્ટમેન્ટ ઝોન બાબતે જણાવ્યું હતું.

અમદાવાદમાં 6 ઝોન સિવાય 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશેઃ AMC
અમદાવાદમાં 6 ઝોન સિવાય 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશેઃ AMC
author img

By

Published : Apr 25, 2020, 7:59 PM IST

અમદાવાદઃ વિજય નહેરાએ ફેસબૂક પર લાઈવમાં રમઝાનની મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી. સાથે જ તેમણે આપેલા સહકાર બદલ આભાર માનીને રમઝાનમાં ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા માટે બિરાદરોને અપીલ કરી હતી. અમદાવાદ કોરોનાના ડબલિંગ રેટ મામલે જણાવ્યું હતું કે, આપણી બધાની મહેનતને લીધે છેલ્લા 7 દિવસમાં આપણો આંકડો વધવાને બદલે ઘટ્યો છે. આવનાર સમયમાં ડબલિંગ રેટ વધે કે ઘટે તે કહેવું અશક્ય છે.

કોરોના વાયરસ સામેની લડત માટે સમગ્ર દેશવ્યાપી લૉકડાઉન પાર્ટ 2 લાગુ કરવામાં આવેલ છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ભારત સરકારે બહાર પાડેલ જાહેરનામાના અનુસંધાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યનાં નાનામોટા દુકાનદારો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી રાજયનાં તમામ જીલ્લાઓમાં આવતીકાલે રવિવારના રોજથી મોલ તેમજ માર્કેટીંગ કોપ્લેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવેલ છે. દુકાન માલિકોને આપવામાં આવેલી છૂટછાટો નિયમો અને શરતોને આધિન આપવામાં આવેલ છે. જે દુકાનો - ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર હોવો ખુબજ જરૂરી છે. દુકાન - ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના ૫૦ ટકા જ સ્ટાફ રાખવાનો રહેશે તેમજ તમામે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન - ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. હાલ રાજ્યમાં હેર કટીંગ સલુન, પાન - ગુટકા સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી - સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં. શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરનાં એવા વિસ્તારો કે જ્યાં નોંધાયેલ કેસોની સંખ્યા વધુ જોવા મળેલ છે તેમજ આવા વિસ્તારોમાં કોરોના વાયરસનાં સંક્રમણની શક્યતાઓને જોતાં તેવા વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ તરીકે જાહેર કરેલ છે. AMC દ્વારા શહેરના ઈલેકશન વોર્ડ જમાલપુર, ખાડીયા, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા અને બહેરામપુરાને અન્ય હુકમ ના થાય ત્યાં સુધી ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટો આ તમામ વિસ્તારોમાં અમલી બની શકશે નહીં. તેમજ ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ સિવાયના અન્ય વિસ્તારો કે જ્યાં આ છૂટછાટો અમલી બનશે તેવા વિસ્તારમાં જો કોઈ દુકાન - સંસ્થાનાં માલિકો નિયમો અને શરતોનો ભંગ કરશે તો તેઓની સામે એપેડેમિક એક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જ તેઓનો વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી રદ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.