- મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની રેસ્ક્યૂ ટીમે પક્ષીઓને બચાવ્યા
- મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યૂ ટ્રેનિંગ એડેટમી ટીમ 2 દિવસથી કરી રહી છે રેસ્ક્યૂ ઓપરેશન
- વાવાઝોડાથી પડેલા વરસાદના કારણે અનેક પક્ષીઓ મુકાયા છે મુશ્કેલીમાં
અમદાવાદઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યૂ ટ્રેનિંગ એકેડમી ટીમ છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં સેવા કાર્ય કરી રહી છે. જોકે, ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે બગોદરા અને ભાવનગર હાઈવે રોડ ઠપ થઈ ગયો હતો. રોડ પર પડી ગયેલા વૃક્ષો અને હોર્ડિંગ્સને હટાવી વાહન વ્યવહાર ચાલુ કરવાની કામગીરી સાથે કાચા મકાનોના પતરાં ઉડી જતા બચાવ કામગીરી, ઘવાયેલા માણસોને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ બોક્સ તેમજ પક્ષી પશુ જીવ-વન્ય અભ્યારણ કે જે વિલુપ્ત પ્રજાતિ કે જેમાં 7 ઈગલ, 1 ઘુવડ, 2 કોબ્રા સ્નેક, 12 મોર, 4 બેબી મન્કી, 1 મોનિટર લિઝાર્ડ, 1 સનબર્ડ વગેરેને અમદાવાદમાંથી રેસ્કયુ કરી લાઈફ કેર સેન્ટરમાં સારવાર માટે આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- સાવરકુંડલાની નાવલી નદીમાં કાર તણાઈ, એકનો બચાવ અને એક હજુ પણ લાપતા
આસ્ટોડિયા સહિતની વિસ્તારોમાં ટીમ કરી રહી છે કામગીરી
સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી અને પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. આ સાથે સાથે નાની વયના બાળકો પણ આ બચાવ કામગીરી સહયોગ આપી રહ્યા છે. વળી, ગઈકાલે રાત્રે જ આસ્ટોડિયા ખાતે બિલ્ડીંગ પડી જવાથી તાત્કાલિક રેસ્ક્યૂ અને કોલ UPS એરિયા કોર્ડનની સેવા મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ એન્ડ ટ્રેનિંગ એકેડેમીની ટીમ આપી રહી છે.
આ પણ વાંચો- તૌક્તે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સૈન્ય સહાયની રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ગાથા
રેસ્ક્યૂ કામગીરી હજી ચાલુ રહેશે
આ ઉપરાંત IDRRC/MDMRTA દ્વારા અમદાવાદ સિવાય મુંબઈ, મહીસાગર, પંચમહાલ, ગીરસોમનાથ, ભાવનગર, મોરબી વગેરે અનેક સ્થળે માનવીય સેવાકીય કામગીરી પોતાને રાષ્ટ્રીય જવાબદારી સમજીને માનવીય સેવા આપી રહ્યા છે. કપરા સમયમાં પણ અવિરતપણે સેવાની જ્યોત જલતી રાખવામાં આવી હતી. ટીમના હેડ હિતેશ પટેલ તથા સભ્યોનું કહેવું છે કે, હજી પણ જ્યાં સુધી સેવાકાર્યમાં અમારી સેવાની જરૂરિયાત રહેશે ત્યાં સુધી અમે નિ:સ્વાર્થભાવે સેવા બજાવતા રહીશું.