- સિવિલ હોસ્પિટલમાં કોરોનો ઓટપ્સી સેન્ટર શરૂ કરવામાં આવ્યું
- એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં 31 મૃતદેહના ઓટોપ્સી કરાયા
- ઓટોપ્સીના રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા
અમદાવાદ : ભારતમાં કોરોના મહામારી ( Corona Epidemic )ને 1.5 વર્ષ ઉપરનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. કોરોનાની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા ચિંતાજનક રીતે વધવા લાગતા કોરોનાથી માનવી શરીરમાં શું અસર થાય છે, તે જાણવા ગુજરાતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Civil Hospital Ahmedabad )માં કોરોનો ઓટપ્સી (Autopsy Research) સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓટોપ્સીના રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, 32થી 95 વર્ષના કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં કોરોના બાદ લોહીના ગઠ્ઠા જામવા લાગે છે અને લિવર પર પણ અસર થાય છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 31 મૃતદેહના ઓટોપ્સી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને સાજા થવામાં રેમડેસિવિર અને HCQ કોઈ અસર નથી કરતું, WHOના રિસર્ચમાં થયો ખુલાસો
કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારની સહમતી જરૂરી
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં લંગ્સ, હૃદય અને સ્નાયુ સહિતના અવયવોનું ઓટોપ્સી રિસર્ચ કરવામાં આવ્યુ હતું. સિવિલમાં 32 વર્ષના યુવાનથી લઇ 95 વર્ષની વૃદ્ધાના કોરોનાથી મોત નિપજેલા લોકોના મૃતદેહોનું ઓટોપ્સી કરવામાં આવ્યા હતા. ઓટોપ્સી રિસર્ચ દરિયાન કોરોનાથી દર્દીને શરીરમાં લોહીના ગઠ્ઠા થવા, ફાઈબ્રોસિસ થવું અને લિવરમાં પણ અમુક અંશે અસર થતી હોવાનું સામે આવ્યું છે, ઓટોપ્સી માટે શરૂઆતમાં કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારની સહમતી મળતી નહોતી, ત્યારબાદ મૃતકના સ્વજનનું કાઉન્સલિંગ કર્યા બાદ સહમતી મળતા 31 જેટલા મૃતદેહનું ઓટોપ્સી કરવામાં આવ્યું હતું.
ઓટોપ્સી રિસર્ચ કરવા કેટલો સમય લાગે છે ?
સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક મેડિસિટી વિભાગના સહ અધ્યાપક ડો. હરેશ ચંદાનીએ જણાવ્યું હતું કે, એક ઓટોપ્સી રિસર્ચ કરવામાં અંદાજિત 3થી 4 કલાક જેટલો સમય લાગે છે. આ ઓટોપ્સી રિસર્ચ નેગેટિવ પ્રેશર ધરાવતા રૂમની અંદર ડોક્ટર PPE કિટ પહેરી કરે છે. ઓટોપ્સી રિસર્ચ માટે પરિવારની સંમતિ જરૂરી હોય છે, પરંતુ શરૂઆતમાં કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારનો સાથ અને સહમતી મળતી ન હતી.
ઓટોપ્સી દરમિયાન ક્યાં ક્યાં અંગો મૃતદેહમાંથી લેવામાં આવે છે ?
ડો ચંદાનીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના રિસર્ચ માટે ઓટોપ્સીની પ્રક્રિયા અંગે રિસર્ચ માટે કોરોનાગ્રસ્ત મૃતદેહના શરીરના બધા જ અવયવોમાંથી સેમ્પલ લીધા હતા. જેમાં મગજ, ફેફ્સાં, યકૃત, કિડની, ફ્લૂડ, હૃદય, પેટમાં રહેલું પાણી, બ્લડની અંદરના કોમ્પોનન્ટ અને સ્નાયુઓનો સમાવેશ થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, રિસર્ચ પર્પઝ માટે અમે એક વખત ડેડબોડીનું ડિસેક્શન કર્યું હતું. શરીરમાં ક્યાં ક્યાં અવયવોમાં કેવી અસર થાય છે, તેના માટે સંપૂર્ણ સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી. સેમ્પલને 3થી 4 દિવસ સુધી કેમિકલમાં રાખવામાં આવે છે. કોઈપણ રિસર્ચ માટે અમે સેમ્પલ લીધા બાદ ઇન્ફેકશન કન્ટ્રોલ પ્રિવેન્શન કંટ્રોલના સ્વરૂપે એમાંથી લીધેલાં સેમ્પલને ત્રણથી ચાર દિવસ સુધી જે કેમિકલમાં રાખ્યા બાદ એનાથી એની અંદર રહેલાં ચેન્જીસ જે છે તે કોરોનાને લીધે ફિક્સ થઈ જાય છે. આ ઉપરાંત, વાયરસ ડિસએક્ટિવેટ થઈ જાય છે. બાદમાં લેબોરેટરી માટેના સ્ટેજ પર પરીક્ષણ કર્યું હતું. જેથી ડોક્ટર્સ લેબોરેટરી પરીક્ષણ કરીશું તો એનો ચેપ લાગવાનો અવકાશ રહે નહીં.
આ પણ વાંચો:કોરોનાને લઈને એક નવા રીસર્ચમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
કોરોનામાં ગંભીર બીમારી સાથે મૃત્યુ પામેલાની ઓટોપ્સી થતી નથી
ઓટોપ્સીમાં કોરોનાથી મૃત્યુ પામેલા ડાયબિટીસ, બીપી જેવી ગંભીર બીમારી હોય એ ડેડબોડીનું પરીક્ષણ થતું નથી. પોઝિટિવ થયાના એક-બે દિવસમાં મૃત્યુ પામે તો શરીરમાં વાયરસનો લોડ ખૂબ વધી જાય છે, આથી આવા મૃતદેહોનો ચેપ ન ફેલાય તેવી સેફ્ટી જાળવવાના હેતુથી ઓટોપ્સી થતી નથી. માત્ર સિવિલમાં થતાં મૃત્યુમાં જ ઓટોપ્સી થાય છે અને એથિકલ કેસની ઓટોપ્સી લેવાય છે.
ઓટોપ્સી થયા બાદ તબીબો પણ એક અઠવાડિયા સુધી રહે છે આઇસોલેટ
ઓટોપ્સી કરનાર તબીબને અઠવાડિયા સુધી આઈસોલેટ કરવામાં આવે છે, પોસ્ટમોર્ટમ રૂમમાં ક્લાસ-4ના કર્મચારીઓને પણ સફાઈ માટે મોકલવામાં આવતા નથી. મૃતદેહના અંતિમ દર્શન કરાવી પોર્સમોર્ટમ બાદ સીધા અંતિમસંસ્કાર કરવામાં આવે છે. કોરોના ઓટોપ્સી રૂમની અંદર ઇન્ફેક્શન કંટ્રોલ રાખવાના હોય છે. ટેમ્પરેચર સાથે કોઈ લેવાદેવા હોતું નથી. પોસ્ટમોર્ટમ કરનારે અને રૂમની આજુબાજુ ઈન્ફેક્શન ફેલાવવું જોઈએ નહીં. આ વાયરસ હવામાં નથી ફેલાતો. જો એર બોન્ડ ડિઝીઝ હોય તો વાયરસ હવામાં ફેલાય, પરંતુ આ વાયરસમાં એર બોન્ડ ડિઝીઝ નથી.