અમદાવાદ: ધંધૂકા કિશન હત્યા કેસ (Dhandhuka murder case)માં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ પણ ખુલાસો નહી થયો હોવાનું ATSના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે. આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી.
નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATSની તપાસ
મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ (Ats inquiry in Dhandhuka murder case) કરી રહી છે. ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું છે કે, સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે.
અત્યાર સુધી 08 આરોપીઓની ધરપકડ
અત્યાર સુધી આ કેસમાં 08 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તે ઉપરાંત વધુ પકડાયેલા 03 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેહાદી ભાષણથી પ્રેરાઈને શબ્બીરે કિશનની હત્યા કરી. ATSએ જણાવ્યું છે કે, કિશનની હત્યામાં ઝડપાયેલ આરોપી શબ્બીર અને મૌલાના કમરગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યા હતા.
જેહાદી ભાષણથી પ્રેરાઈને કિશન ભરવાડની હત્યા
ATSની તપાસમાં ખુલ્યું છે કે, મૌલાના કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટીપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરતો. આવા જ એક જેહાદી ભાષણથી પ્રેરાઈને આરોપી શબ્બીરે ધંધુકાના કિશન ભરવાડની હત્યા (Kishan bharvad murder) કરી હતી. ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડવા કમર ગની ઉસ્માની ગુજરાતમાં એક બેવાર નહીં પણ અનેકવાર આવી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદના ચંડોળા તળાવથી લઈ શાહ આલમમાં પણ તે એક્ટિવ હતો. આ મુલાકાતો દરમિયાન મૌલાના ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડી ગયો હોવાની વિગતો એક પછી એક ખુલી રહી છે. કમર ગની અમદાવાદના ગોમતીપુર, દાણીલીમડા, ચંડોળા, શાહ આલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો. મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા.
આ પણ વાંચો: Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો
‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ કમર ગની
કમરગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું. આ પહેલાં પોરબંદરના સાજણ ઓડેદરાએ પણ મહંમદ પયગંબર વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાથી તેની પણ હત્યા કરવાના હતા. ‘તૈહરી કે ફરોકી’ ઇસ્લામિક સંગઠન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, જેથી આ સંગઠન સાથે સોશિયલ મીડિયા પર કોણ કોણ જોડાયેલું છે, કોણ તેની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરે છે, તે લોકોની ATSએ તપાસ શરૂ કરી છે. એ માટે સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે.
આ પણ વાંચો: Kishan Bharvad Murder Case Update : કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનું તમામ અપડેટ એક ક્લિકમાં જાણો
ગુનાઇત કૃત્યને અંજામ આપવા ઉસ્માની મુખ્ય કડી
આ કેસમાં પાકિસ્તાન કનેક્શન અને ફંડિંગની પણ વિગતો સામે આવી રહી છે, ત્યારે સમગ્ર દેશ માટે આ મહત્વપૂર્ણ કેસ બની રહ્યો છે. ATSમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કમરગની ઉસ્માની સામાન્ય લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે અલગ-અલગ ત્રણ લેયરમાં કામ કરતો હતો. તે લીગલ ટીમના નામે પોતાના અલગ અલગ સોફ્ટ ટાર્ગેટ સુધી પહોંચીને ધાર્મિક કટ્ટરતાના નામે કોઈની હત્યા કરવા સુધીની મદદ કરવા તૈયારી બતાવતો હતો. શબ્બીર ચોપડા અને તેના જેવા કેટલાય યુવાનોના બ્રેઇન વોશ કરીને ગુનાઈત કૃત્યને અંજામ આપવા સુધીની કડી જોડવાનું પણ કમરગની ઉસ્માનીએ કર્યું હતું.