- યુકે સ્ટ્રેન શું ડરામણી અસર ધરાવે છે?
- કેવી છે તેની સંરચના અને ફેલાવ
- નવા સ્ટ્રેનને કાબૂમાં લેવામાં ભારતની મોટી સફળતા
નવા યુકે સ્ટ્રેન કોરોના દર્દીઓને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં અલગ ઊભા કરાયેલા યુકે વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે અને તેમના પર ડો઼ક્ટરોની સતત નજર છે અને તેમની સારવાર પણ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાના યુકે સ્ટ્રેન વિશે જાણીએ અને તે શું છે, કઇ રીતે સંક્રમણ કરે છે અને તેની પ્રભાવકતા કેવી છે તે અંગે વિશેષમાં જાણકારી મેળવીએ.
GBRC- ગુજરાત બાયોટેક રીસર્ચ સેન્ટર દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. કોમ્પ્યૂટર સિમ્યૂલેશન દ્વારા કરાયેલ આ અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે સી241ટી મ્યૂટેશન-C241T કોરોનાગ્ર્સ્ત બનેલાં અનેક દર્દીઓમાં જોવા મળ્યું છે. જોકે તે નીચો મૃત્યુદર અને રીકવરી રેટ વધવાનું કારણ પણ હોવાનું જણાયું છે. સાર્સ-કોવિડ-2નું C241T વેરિયન્ટના હોસ્ટ રિપ્લિકેશન પરિબળો એમએઆરડીપી 1 અને એચએનઆરએનપી -1 વાળા સાર્સ-કોવ -2 તાજેતરમાં પ્રિ-પ્રિન્ટ રિપોઝિટરી બાયોરોક્સિવ પર મૂકવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ અભ્યાસમાં ગુજરાત યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રીસર્ચ અને યુનિવર્સિટી ઓફ ટેનેસીના નિષ્ણાતો જોડાયાં હતાં. આ સઘન અભ્યાસમાં જોડાયેલાં નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં નોંધાયેલાં કેસોમાંથી 80 ટકા કેસોમાં આ મ્યૂટેશન હાજર જોવા મળેલું છે. આ મ્યૂટેશન આરએનએને અસર કરે છે. જે વાયરસને હોસ્ટ કરે છે તે ક્રિયા કોરોનાને ધીમો પણ કરે છે જેનાથી મોર્ટાલિટી રેટ ઘટે છે અને રીકવરી રેટ સુધારે છે. ઇટાલિયન સંશોધકોએ જૂન 2020માં જણાવેલું કે સી241ટી મ્યૂટેશન એશિયામાં જોવા મળેલ મ્યૂટેશન્સમાં ચોથાનંબરનું વધુ ફેલાયલું મ્યૂટેશન છે.. નવા સ્ટ્રેઇનના મોલેક્યૂલર ડૉકિંગ અને મોલેક્યૂલર ડાયનોમિક્સ સિમ્યૂલેશનમાં જાણવા મળે છે કે C241Tનું નબળું સંક્રમણ હોસ્ટ ટ્રાંસ્ક્રિપ્શન્સ ફેક્ટર MADP1 સાથે મ્યુટન્ટ સ્ટેમ લૂપ્સ તેની પ્રતિકૃતિની કાર્યક્ષમતામાં ઘટાડો સૂચવે છે. આ એ કારણ છે કે જેનાથી મોર્ટાલિટી રેટ ઓછો અને રીકવરી રેટ વધુ રહ્યો છે.
- કોરોનાનો નવો સ્ટ્રેન વધારે ઘાતક?
યુકે કોરોના સ્ટ્રેન અંગે દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કેટલીક માહિતી રજૂ કરી હતી તેને પણ ધ્યાને લેવી જોઇએ. તેમના જણાવ્યા પ્રમાણે નવો સ્ટ્રેન 70 ટકા વધુ ચેપી છે અને તેની સામે સાવધપણે વર્તવાની જરૂર છે. તબીબોનું પણ કહેવું છે કે કોરોનાના વાયરસ કરતાં પણ નવા સ્ટ્રેનની તકેદારી ખૂબ જરૂરી છે. કોરોના વાયરસના મ્યુટેશનમાં થયેલા ફેરફારના લીધે વધુ ચિંતાજનક લાગી રહ્યું છે. નવા સ્ટ્રેન પર સરકાર અને ડૉકટરોની પણ નજર છે. સ્ટ્રેનના લીધે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. દરેક લોકોને સતર્કતા રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
- બીજીતરફ નવા સ્ટ્રેન સામે ભારતના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
આપણા માટે રાહતની વાત છે કે કોરોનાના નવા સ્ટ્ર્રેનની સામે ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. આપણા દેશની ટોચની સંસ્થા ICMRએ પોતાના એક ટ્વીટમાં જણાવ્યું છે કે કોરોનાના નવા સ્ટ્રેનને સફળતાપૂર્વક આઇસોલેટ કરવામાં અને તેના નમૂનાનું સફળતાપૂર્વક સંવર્ધન કરવામાં ભારતીય સંશોધકોને સફળતા મળી છે. માહિતી પ્રમાણે આ વાયરસને હાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી-એનઆઈવીની ફેસિલિટીમાં સફળતાપૂર્વક સ્ટોર કરી દેવામાં આવ્યો છે. ICMR દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે સાર્સ કોવ ડીના વાયરસને આ મહામારી શરુ થઈ ત્યારથી જ ICMR ની પ્રયોગશાળાઓના નેટવર્ક દ્વારા ટ્રેક કરવામાં આવી રહ્યો હતો, જેમાં નવો સ્ટ્રેન આવતાં જ તેની અંદર જે પણ પરિવર્તન અથવા મ્યુટેશન થયાં છે તે બધાની સાથે જ તેને સફળતાપૂર્વક આઇસોલેટ કરીને સંવર્ધિત કરી દેવામાં આવ્યો છે. મોટી ખૂબી એ છે કે હજુ સુધી બીજા કોઈ પણ દેશમાં નવા કોરોના સ્ટ્રેનને આઇસોલેટ કરીને તેના નમૂનાને સ્ટોર કરી શકવાના મામલે કોઈ નોંધપાત્ર સફળતા મળ્યાંનું બહાર આવ્યું નથી. એટલે કે અન્ય કોઈ દેશને આ સ્ટ્રેનને સ્ટોર કરવાની સફળતા મળી નથી. ત્યાં સુધી કે જ્યાથી આ વાયરસ સામે આવ્યો છે તે બ્રિટન અને જ્યાંજ્યાં ફેલાયો તે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા જેવા દેશોને પણ આ મામલે સફળતા મળી નથી . ત્યારે નવા સ્ટ્રેનને આઇસોલેટ અને સ્ટોર કરવાની આ સિદ્ધિથી ભારતીય સંશોધકો આ રેસમાં હાલ આગળ નીકળી ગયાં છે તેમ કહી શકાય. ICMRએ જણાવ્યું હતું કે આ વાયરસને સ્ટોર કરવા માટે Vero cell ટેકનોલોજીની મદદ લેવામાં આવી હતી. હવે આ નમૂનાથી નવા સ્ટ્રેઇનની ખૂબી અને ખામીઓ વિશે અભ્યાસ કરવામાં મદદ મળશે તે ચોક્કસ છે. આઈસીએમઆરના જણાવ્યાં મુજબ નવા સ્ટ્રેનને ભારતે સફળતાપૂર્વક 'કલ્ચર' કર્યો છે. 'કલ્ચર' એક એવી પ્રક્રિયા છે, જે હેઠળ કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ ઉડાડવામાં આવે છે અને સામાન્ય રીતે તેના પ્રાકૃતિક વાતાવરણની બહાર એમ કરવામાં આવે છે. યુકે સ્ટ્રેનને તેના તમામ સ્વરૂપો સાથે રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV)માં આઈસોલેટ- એટલે કે પૃથક અને ક્લ્ચર કરી દેવાયો છે. નવા સ્ટ્રેનના નમૂના બ્રિટનથી પાછા ફરેલા લોકોમાંથી લઇ લેવાયાં હતાં. જોકે ગત સપ્તાહે બહાર આવેલી એક જાણકારી પ્રમાણે નવા સ્ટ્રેનના- સાર્સ કોવ-2ના આ નવા સ્ટ્રેનથી ભારતમાં અત્યાર સુધીમાં 29 લોકોને ચેપ લાગ્યાની પુષ્ટિ થઈ શકી છે.
- નવા સ્ટ્રેનની કોરોનાની વેક્સિન પર અસર
નવા સ્ટ્રેનથી કોરોનાની રસી પર પણ કોઈ અસર થશે કે કેમ અથવા કોઈ અન્ય ગંભીર બીમારીનું કારણ બની શકે છે કે કેમ એવી કોઇ સ્પષ્ટતા હજુ સુધી મળી નથી. સામાન્યપણે વાયરસ કુદરતી રીતે જ પોતાને અપગ્રેડ અને અપડેટ કરે છે. તે જેમ જેમ વધુ લોકો વચ્ચેથી પસાર થાય તેમ તેમ જિનેટિક ફોર્મમાં અપડેશન લાવે છે. આ કારણે દર વર્ષે ફ્લુ માટે ફરી ઇન્જેક્શન લેવું પડતું હોય છે. કોરોના વાયરસના કેસમાં તો એક વર્ષ પહેલાં જ્યારથી ચીનમાંથી આ વાયરસ મળ્યો, ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોવિડ-19 બીમારી માટે જવાબદાર વાયરસમાં નવા નવા વેરિઅન્ટ્સ અને સ્ટ્રેન જોવા મળી ચૂક્યાં છે. કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી વેક્સિન આ નવા સ્ટ્રેન સામે અસરકારક નહીં રહે તેમ માનવાનું હાલ કોઈ કારણ નથી તેવું આશ્વાસન નિષ્ણાતો જોકે આપી રહ્યાં છે. નિષ્ણાતોએ કહ્યું છે કે વેક્સિન ભલે સ્પાઇક પ્રોટીનને લક્ષ્ય બનાવીને તૈયાર કરાઈ હોય, પરંતુ તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને વાયરસના હુમલા સામે લડવા માટેની જરુરી એન્ટીબોડીઝ બનાવવામાં મદદ કરે છે. નવા સ્ટ્રેન પર વેક્સિન જોઈએ તેટલી ધારદાર અસર ન કરે તો પણ સંપૂર્ણ નિષ્ફળ પણ નહીં નીવડે. વેક્સિનને સંપૂર્ણ નિષ્ફળ બનાવવા માટે વાયરસમાં એક-બે મ્યુટેશન નહીં, પણ ઘણા વિશાળ જેનેટિક ફેરફારની જરુર પડે છે. જે હાલ નથી થયાં તેથી વેક્સીન જરુર અસરકારક રહેશે.
- તો આ નવા સ્ટ્રેન વિશેના સંશોધનો શું કહે છે...
કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિશે ચિંતાનું કારણ શું છે તેની જાણકારી મેળવીએ તો યુકે અને યુએસના આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ સ્ટ્રેન વધુ લોકોને વધુ પ્રમાણમાં સંક્રમિત કરી શકે છે. જોકે, એવા કોઈ પુરાવા મળ્યા નથી કે તે કેટલો ઘાતક છે. બ્રિટિશ સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વેલેન્સે કહ્યું છે કે, આ સ્ટ્રેન ખૂબ ઝડપથી આગળ વધે છે અને ઝડપથી અસર પણ કરે છે જેના કારણે ડિસેમ્બરમાં કુલ સંક્રમણના 60 ટકા કેસ આ નવા સ્ટ્રેનથી સંક્રમિત જોવા મળ્યાં છે. આ સ્ટ્રેનને લઈને ચિંતા કરવાનું કારણ એ પણ છે કે તેમાં 2 ડઝન જેટલા મ્યુટેશન જોવા મળ્યાં છે. જે પૈકી કેટલાક વાયરસના અણીદાર સ્પાઇકી પ્રોટીનમાં જોવા મળી રહ્યાં છે. આ સ્પાઇકી પ્રોટીન દ્વારા જ વાયરસ શરીરના સેલ સાથે જોડાય છે. હાલની કોરોના રસીનું લક્ષ્ય આ સ્પાઇક્સની ચેન તોડીને કોરોનાને હરાવવાનો છે. અલબત્ત આ અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકો એક વેબસાઈટ પર જોડાઈને વધુ સઘન અભ્યાસો અને અવલોકનો શેર કરી રહ્યાં છે.
- નવો સ્ટ્રેન આ રીતે બને છે
વાયરસ પોતાનામાં જેનેટિક ફેરફાર કરીને પોતાનું વધુ લડાયક રુપ બહાર પાડે છે. થોડાઘણા ફેરફાર સાથે સ્ટ્રેન જે તે વિસ્તાર, દેશમાં પોતાની ધાક જમાવે છે. કારણ કે તેણે જેતે વિસ્તારમાં પહેલેથી જ પોતાનો પગદંડો જમાવ્યો હોય છે. આ સાથે સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ જેવા કે જાહેર સમારંભો અને મેળાવડા આવા વાયરસના ફેલાવા માટે મદદ કરે છે. પરંતુ સૌથી મોટું જોખમ ત્યારે રહે છે કે વાયરસ દવા અને રોગપ્રતિકારક શક્તિથી બચવા માટે પોતાની જાતમાં કેટલાક બદલાવ કરે અને પોતાના ઉપરની સપાટી પર પ્રોટીનમાં ફેરફાર કરે. યુકેમાં મળેલા પ્રાથમિક પુરાવા એ જ બાબત તરફ ઇશારો કરી રહ્યા છે કે કોરોના વાયરસ સાથે આ ફેરફાર શરુ થઈ ગયાં છે. બાયોલોજિસ્ટ અને જેનેટિક્સ ટ્રેવર બેડફોર્ડે પોતાના ટ્વિટર પર આ સંદર્ભે જણાવ્યું છે કે 'અમે જુદા જુદા પ્રકારના ફેલાવા અને બનાવમાં ઘણો વધારો જોઈ રહ્યાં છીએ. જે એન્ટિબોડી ટ્રીટેમેન્ટ સામે પણ ટકી રહે છે.'
- નવા સ્ટ્રેનમાં કેવા ફેરફાર છે?
સ્વીડનમાં સંશોધકોને એપ્રિલમાં કોરોના વાયરસમાં બે જેનેટિક ફેરફાર જોવા મળ્યાં હતાં. જેનાથી વાયરસ બેગણો વધુ સંક્રમણકારી જણાયો હતો. આ નવા સ્ટ્રેનના 6000 જેટલા કેસ દુનિયાભરમાં નોંધાયાં છે. મોટાભાગના કેસ ડેનમાર્ક અને ઇંગ્લેન્ડમાંથી સામે આવ્યાં છે. હવે તે જ સ્ટ્રેનના પણ જુદા જુદા પ્રકાર સામે આવી રહ્યાં છે. જેમાંથી કેટલાકને આ વાયરસ ડેનમાર્કના મિંક ફાર્મમાંથી સંક્રમિત થયો છે. તેવી જ રીતે નવા દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનમાં પણ બે મોટા ફેરફાર જોવા મળ્યાં છે. જ્યારે યુકેમાં મળી આવેલા સ્ટ્રેનમાં સ્પાઇક પ્રોટીનમાં 8 અને વાયરસમાં 2 મોટા ફેરફાર જોવા મળ્યાં છે. આ વાયરસને વેરિયન્ટ અન્ડર ઇન્વેસ્ટિગેશન કહેવાય છે. કારણ કે તેની અસરો હજુ પણ જાણવાની બાકી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કહ્યું હતું કે આ વાયરસનો પ્રકાર સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડના દક્ષિણપૂર્વ વિસ્તારોમાં જોવા મળ્યો હતો જે બાદમાં આ વિસ્તારોમાં સતત ફેલાઈ રહ્યો છે.
- આટલું યાદ રાખો
ભારતમાં કોરોના વાયરસ સામેના જંગમાં સમગ્ર મનુષ્યજાત સંરક્ષણના તમામ મોરચે રાતદિવસ લાગી પડી છે ત્યારે કાળ બનીને આવેલ કોરોના તેના નવા નવા બદલતાં રુપ સાથે ડરામણો દેખાવ સર્જી રહ્યો છે. યુકે સ્ટ્રેન આવ્યો તેમ કોરોનાનું બીજું કોઇ નવું સ્વરુપ પણ સામે આવી શકે છે. એટલે આપણે સૌએ આટલું તો ચોક્કસ કરવાનું જ છેઃ માસ્ક પહેરવું, હાથની સ્વચ્છતા જાળવવી અને સોશિઅલ ડિસ્ટન્સિંગ જાળવવું. ગઈકાલના આંકડાઓને નજરમાં લઇએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં રવિવારના આંકડાઓ મુજબ કોરોના વાયરસના નવા 18,177 દર્દીઓ નોંધાયા હતાં. કુલ કેસની સંખ્યા 1,03,23,965 પર પહોંચી હતી અને કુલ 2,47,220 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે સારી વાત એ છે કે 99,27,310 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળતા પણ મેળવી છે.
કોરોનાનો યુકે સ્ટ્રેન ડરાવતો હોય તો આ જાણી લોઃ વાયરસના આ યુદ્ધમાં ભારતને મળી છે મોટી સફળતા - NIV
2021ની શરુઆતે કોરોના મહામારી સામે એક મજબૂત આશા સમાન વિવિધ રસીઓનું કવચ બધાં સુધી પહોંચાડવાની તૈયારીઓ ભારત સહિત લગભગ બધાં કોરોના પીડિત દેશોમાં થઈ ગઇ છે. કોરોના સામે સતત લડી રહેલ તબીબી જગત થોડો શ્વાસ હેઠો મૂકી રહ્યું હતું ત્યાં તો ફરી તેમના શ્વાસ અદ્ધર કરતો કોરોનાનો નવો સ્ટ્રેન ડોળા કાઢીને આવી ઊભો છે. કોરોના વાયરસના બદલાયેલા નવા રુપનું ઘાતકપણું કેટલું છે. તેની સંચરના કેવી છે. તે કઇ રીતે બન્યો અને કેટલો ચેપી છે તે અંગે નિષ્ણાતો વિવિધ સંશોધનમાં અને પ્રયોગભર્યાં પૃથ્થકકરણમાં લાગી ગયાં છે. ત્યારે હળવે પગલે ગુજરાતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી નોંધાઈ ગઈ છે. આ નવા સ્ટ્રેનની માહિતી સામે આવી તેવી જ બ્રિટનથી આવતી ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી.જોકે એ દિવસોમાં ભારતમાં, ગુજરાતમાં બ્રિટનથી આવેલાં પ્રવાસીઓનું ટ્રેસિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે પ્રવાસીઓના ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યાં હતાં. જેમાં અમદાવાદમાં 4 કોરોના પોઝિટિવ દર્દીઓમાં નવો કોરોના વાયરસ, જેનું નામ યુકે સ્ટ્રેન પડી ચૂક્યું છે તે પ્રકારના કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાનો યુકે સ્ટ્રેન ડરાવતો હોય તો આ જાણી લો...વાયરસના આ યુદ્ધમાં ભારતને મળી છે મોટી સફળતા