- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવશે આવતીકાલે પરિણામ
- પરિણામ પહેલા સ્ટેટ IBએ આપ્યા ચોંકાવનારા આંકડા
- અમદાવાદ અને વડોદરાના મોટાભાગના વોર્ડમાં ભાજપની પેનલ તૂટવાની શક્યતા સેવાઈ
અમદાવાદઃ રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા જેટલું મતદાન થયું હતું અને વડોદરામાં 47.99 ટકા મતદાન થયું છે. જો કે, છેલ્લી ઘડીએ મતદાન વધારવા માટે રાજકીય પક્ષોમાં ભારે ભાગદોડ જોવા મળી હતી અને લોકોને મત આપવા માટેની અપીલો કરવામાં આવી રહી હતી. આમ છતાંય ઘણા મતદારો મત આપવા માટે જવાનું ટાળ્યું હતું. આવતી કાલે મંગળવારની સવારની લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ સાથે સ્ટેટ આઈબીના સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
- અમદાવાદમાં કોંગ્રેસના ઘણા મતો આમ આદમી પાર્ટી અને AIMIMને પડ્યા - IB
- BJPના ઘણા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાથી ભાજપને પડી શકે છે ફટકો
- નેતાઓ નિષ્ક્રિય હોવાથી ભાજપને નુકસાન થાય તેવી ભીતી
- અમદાવાદમાં મુસ્લિમ વિસ્તારમાં કોગ્રેસના ઘણા વોટ તૂટ્યા
- મનપાની ચૂંટણીમાં આ વખતે AIMIM પોતાનું ખાતુ ખોલશે - સ્ટેટ IB
- કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે
- રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપની ચાલુ સત્તામાં ગાબડું પડી શકે
- વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે
- સુરતમાં સૌરાષ્ટ્ર ફેક્ટર કામ કરી ગયું
સુરતમાં ભાજપની પેનલ તૂટી શકે
અમદાવાદ અને વડોદરામાં ભાજપની પેનલ તૂટવાની શક્યતા સેવાઈ રહી છે જેથી કોંગ્રેસને ફાયદો થશે. તેમજ અમદાવાદમાં કોંગ્રેસના ઘણા મતો આમ આદમી પાર્ટી અને AIMIMને પડ્યા છે. આ વખતે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા ઘણા અવનવા પેંતરાઓ કરવામાં આવ્યા હતા. આમ છતાંય તે નિષ્ફળ રહ્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની વાતો સાંભળવા મળી રહી છે. જેના કારણે ભાજપને નુકસાન થાય તેવી ભીતી પણ સેવાઈ રહી છે. અમદાવાદમાં મુસ્લિમ વિસ્તારમાં કોગ્રેસના ઘણા વોટ તૂટ્યા છે. લોકોએ આ વખતે આમ આદમી પાર્ટી અને AIMIMને વોટ આપ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM ખોલી શકે છે પોતાનું ખાતું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે AIMIM પોતાનું ખાતુ ખોલશે. કેમ કે, તમામ મુસ્લિમોમાં ગતરોજ AIMIMને વોટ આપવા માટે સારો એવો ક્રેઝ જોવા મળ્યો હતો. કોંગ્રેસમાં અને આપના વોટ ડાયવર્ટ થયા એટલે હવે અમદાવાદમાં ભાજપ સત્તા બનાવશે, પરંતુ તેમની અનેક જગ્યાએ પેનલ તૂટશે. AIMIM પોતાનું ખાતું અમદાવાદમાં ખોલશે, કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે. બીજી તરફ રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપની ચાલુ સત્તામાં ગાબડું પડી શકે છે. જ્યાં પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની અસર રહી હતી. વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે છે. જ્યાં લઘુમતી સમાજના મતદાનની ટકાવારી વધી શકે છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે પરંતુ ભાજપની સરસાઈ ઘટી શકે છે. સુરતમાં સૌરાષ્ટ્ર ફેક્ટરે કામ કર્યું છે. જેની અસર ઉમેદવારને સીધી મતદાન પર થઇ છે. ‘આપ’ અને કોંગ્રેસનું સ્થિતિમાં સુધારો થશે. સુરતમાં ભાજપની પેનલ તૂટી શકે છે.
સ્ટેટ IBના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં કેટલી બેઠકો પર કયો પક્ષ વિજય થઈ શકે ?
સ્ટેટ IBના સિનિયર અધિકારી સાથે ઇટીવી ભારતના પ્રતિનિધિની ઓપચારી વાતચીત દરમિયાન જણાવવા મળ્યું કે, AIMIM પોતાનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાતું ખોલી શકે છે. અમદાવાદ મનપામાં કોંગ્રેસને ખાસ કોઈ ફેર નહિ પડે જ્યારે ભાજપને બેઠકોની લઈ તકલીફ પડી શકે છે. જેનું કારણ મતદાન ઓછું થવાનું સૌથી મોટું પાસું ગણવામાં આવી રહ્યું છે.
- ભાજપ 140થી વધુ બેઠક પર વિજય થાય તેવી શકયતા
- 40થી 45 બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવી શકયતા
- આમ આદમી પાર્ટી 2થી 3 બેઠકો લઈ જાય તેવી શકયતા
- AIMIM 3થી 5 બેઠકો પર વિજય મેળવી શકે
અમદાવાદમાં એલ.ડી કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી
મંગળવારે સવારે 8 વાગ્યાથી અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરીંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ એમ 2 જગ્યાએ મત ગણતરી થવાની છે. મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બન્ને મતગણતરી કેન્દ્રમાં 24–24 વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે. બન્ને મતગણતરી કેન્દ્ર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગરૂમમાં EVM સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યાં છે.
કયા વોર્ડની ગણતરી ક્યાં થશે?
એલ.ડી.કૉલેજ
એલ.ડી.કૉલેજમાં થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ– હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા, જમાલપુર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા, લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ અને ગોમતીપુર વોર્ડની મતગણતરી થવાની છે.
ગુજરાત કૉલેજ
ગુજરાત કૉલેજમાં સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા – હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ અને અસારવા વોર્ડની મતગણતરી થવાની છે.