અમદાવાદઃ ઇન્ટરનેટના ઉપયોગમાં બાળકો ગુન્હેગારોનું સરળ ટાર્ગેટ હોય છે. પરંતુ 70 ટકા કેસોમાં બાળકો સાથે થયેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાતાં નથી.તેનું બીજું એક કારણ એ પણ છે કે, ભારતમાં ડિજિટલ શિક્ષણ ખૂબ જ ઓછું છે.તો પાસવર્ડ પણ નબળો રાખવામાં આવે છે. સંપૂર્ણ વિશ્વમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ છે, તેમ હોવા છતાં અમુક ફેક એપ,વેબસાઈટ કે વાઈરસ દ્વારા ફોન કે કોમ્પ્યુટરના વેબ કેમેરાને હેક કરીને, ડેટા ચોરીને બાળકોને લગતી ગુપ્ત માહિતી કે ફોટા મેળવી શકાય છે.તેની સાથે ચેડાં થાય છે.
બાળકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચાવશો? - ઇન્ટરનેટ
આજના સમયમાં મોટાભાગના કાર્યો ઇન્ટરનેટ દ્વારા થઇ રહ્યાં છે. ત્યારે ઇન્ટરનેટ સાથે સંકળાયેલ ગુના પણ વધી રહ્યાં છે. ખાસ કરીને હેકર્સ દ્વારા આઇડેન્ટિટીની ચોરી,એકાઉન્ટ હેક થવું, તમારા ફોટાનો દુરુપયોગ વગેરે જેવા કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે બાળકો પણ તેની અસરમાંથી બાકાત નથી.