ETV Bharat / city

પેટા ચૂંટણીમાં વિજયી ઉમેદવારો આજે શપથ ગ્રહણ કરશે, જાણો 8 બેઠક પર ભાજપના ઉમેદવાર કેટલા મતથી વિજયી બન્યા - Ahmedabad Latest News

ગુજરાત વિધાનસભાની 8 બઠકોની પેટા ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ 8 બેઠક પર ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસનો સફાયો થયો છે. સર્વે અનુસાર કોંગ્રેસ બે કે ત્રણ બેઠક જીતશે તેવુ અનુમાન હતું, પરંતુ તમામ સર્વે ખોટા પડ્યા છે અને મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને મત આપ્યો છે. ત્યારે આઠે આઠ બેઠક પર જીત મેળવાનારા ભાજપના ઉમેદવારે આજે લાભ પાંચમના દિવસે ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે.

જાણો 8 બેઠક પર ભાજપના ઉમેદવાર કેટલા મતથી વિજયી બન્યા

author img

By

Published : Nov 10, 2020, 9:47 PM IST

Updated : Nov 19, 2020, 12:45 PM IST

  • પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો આજે શપથ લેશે
  • શપથ ગ્રહણનું શુભ મુહૂર્ત બપોરે 12:39 કલાકે
  • પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક પર ભાજપે કબજો કર્યો
  • કોંગ્રેસના સૂપડા સાફ
  • પોલિટિકલ પંડિતો માટે આંચકાજનક પરિણામ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આંચકાજનક આવ્યા છે. પોલિટિકલ પંડિતોએ પણ આવી કલ્પના કરી ન હતી કે, ભાજપ 8 માંથી 8 બેઠક જીતી જશે. કોરાનાકાળ અને લોકડાઉન પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં હજી મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો છે. કોરોનાકાળમાં ભાજપની કામગીરીને સ્વીકારી છે. મતદારો પક્ષપલટુ ઉમેદવાર છે, તે તમામ બાબત ભૂલી ગયા છે અને ભાજપ પર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે.

  • 8 બેઠક પર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા અને કેટલા મતથી વિજયી બન્યા..?
  • મોરબી

મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મોરબીની પોલિટેકનીક કોલેજ ખાતે 35 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ જોવા મળ્યા હતા. બાદમાં 02 થી 14 રાઉન્ડ સુધી કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલ સતત આગળ રહ્યા હતા. જો કે, 15માં રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર આગળ નિકળ્યા હતા અને સતત 22 રાઉન્ડ સુધી આગળ વધતા રહ્યાં હતા. 23માં રાઉન્ડથી લીડ ઘટતી રહી હતી અને એક તબક્કે કોંગ્રેસ ઉમેદવાર આગળ નીકળી જશે, તેમ પણ લાગતું હતું. જો કે, અંતિમ રાઉન્ડ એટલે કે 35માં રાઉન્ડ સુધી લીડમાં વઘઘટ જોવા મળી હતી અને છેલ્લે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. મત ગણતરીના અંતરે કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલને 60,062 મત મળ્યા હતા, જ્યારે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને 64,711 મત મળતાં 4,649 મતની લીડથી વિજયી બન્યા હતા.

મોરબી બેઠક
મોરબી બેઠક
  • કરજણ

કરજણ બેઠક પર અક્ષય પટેલનો વિજય થયો છે. તેમનો 16,000 કરતાં વધુ મતથી વિજય થયો હતો. અક્ષય પટેલે શરૂઆતના પ્રથમ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી, જે છેલ્લાં રાઉન્ડ સુધી ચાલી રહી હતી. કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા બીજા ક્રમે અને નોટા 2283 મત સાથે ત્રીજા ક્રમે રહી હતી, જ્યારે બાકીના સાત ઉમેદવારો નોટાના કુલ મતો જેટલા મત પણ મેળવી શક્યાં ન હતા. મતગણતરીના અંતે ભાજપના અક્ષય પટેલને 76,831 મત મળ્યાં હતાં, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહને 60,422 મળ્યાં હતાં. ભાજપના અક્ષય પટેલનો 16,209 મતથી વિજય થયો હતો.

કરજણ બેઠક
કરજણ બેઠક
  • ડાંગ

ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 મતથી વિજયી બન્યા હતા. ભાજપના ઉમેદવાર વિજય પટેલને કુલ 94,006 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવિતને કુલ 33,911 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 લીડથી જીતી ગયા હતા. ડાંગનાં કુલ મતની સંખ્યા 1,35,098 છે. ડાંગ વર્ષોથી કોંગ્રેસની બેઠક ગણાય છે, પણ ભાજપની જીત થતાં પોલિટિકલ પંડિતો વિચારતા થઈ ગયા છે. ડાંગમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય ગણી શકાય.

ડાંગ બેઠક
ડાંગ બેઠક
  • અબડાસા

અબડાસા બેઠક ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજા 36,778 મતથી વિજયી થયા છે. અબડાસા બેઠકની મતગણતરી 32 રાઉન્ડમાં થઈ હતી. ભાજપના પ્રધ્યુમનસિંહ જાડેજાને કુલ 71,848 મત મળ્યા હતા. જ્યારે ડૉ. શાંતીલાલ સંઘાણીને 35,070 મત મળ્યા હતા. તેમની સાથે અપક્ષ ઉમેદવાર હનીફ પઢિયારને 26,463 મત મળ્યા હતા. અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર મજબૂત દેખાવ કર્યો છે, તેમણે 26,463 મત કાપ્યા છે, જો અપક્ષ ઉમેદવાર ઉભો ન હોત તો આ મત કોંગ્રેસમાં ટ્રાન્સફર થયા હોત. જો કે, તો પણ આ બેઠક કોંગ્રેસ જીતી શકી ન હોત.

અબડાસા બેઠક
અબડાસા બેઠક
  • કપરાડા

કપરાડામાં કુલ 77.55 ટકા સૌથી વધુ મતદાન થયું હતું. આ બેઠક પર કુલ 1,91,413 મત EVMમાં પડ્યા હતા. જ્યાં 27 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીને કુલ 1,12,941 મત મળ્યા હતા અને કોંગ્રેસના બાબુ વરઠાને કુલ 65,875 મત મળ્યા હતા. નોટામાં 4,520 મત હતા. આમ પરિણામને અંતે જીતુ ચૌધરી 47,066 મતથી જીત્યા હતા.

કપરાડા બેઠક
કપરાડા બેઠક
  • લીંબડી

લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 32,050 મતથી જીત્યા છે. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદાવાર સોમા ગાંડાભાઈ જીત્યા હતા, તેમણે રાજીનામુ આપ્યા પછી ભાજપે તેમને ટિકિટ આપી ન હતી અને જ્ઞાતિ સમીકરણ સાથે કિરિટસિંહ રાણાને ટિકીટ આપી હતી. ભાજપના કિરિટસિંહ રાણાને કુલ 88,928 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને કુલ 56,878 મત મળ્યા હતા. આમ ભાજપના કિરિટસિંહ 32,050 લીડથી વિજયી બન્યા હતા.

લીંબડી બેઠક
લીંબડી બેઠક
  • ગઢડા

ગઢડા બેઠક પર કુલ 2,51,016 નોંધાયેલા મતદારો પૈકી કુલ 1,28,223 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને 71,912 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને 48,617 મતો મળ્યા હતા. તેમજ નોટામાં 3,119 મત પડ્યા હતા. ફાઈનલ પરિણામને અંતે ભાજપના આત્મારામ પરમારની 23,295 મતથી જીત થઈ હતી.

ગઢડા બેઠક
ગઢડા બેઠક
  • ધારી

અમરેલીના ધારીની બેઠક પર 29 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી, જેમાં ભાજપના જે. વી. કાકડિયાને કુલ 49,974 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાને કુલ 32,765 મત મળ્યા હતા. આમ ભાજપના જે. વી. કાકડિયા 17,209 મતથી વિજયી બન્યા હતા.

ધારી બેઠક

Last Updated : Nov 19, 2020, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.