ETV Bharat / city

Hit and run case માં આરોપી પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો - Hit and run case accused parv shah

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં સોમવારે મોડીરાત્રે હિટ એન્ડ રન (Hit and run case) કેસ બન્યો હતો. આ ઘટનામાં આરોપી યુવક પર્વ શાહ (Hit and run case accused parv shah) આજે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રન કેસમાં 1 મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્ત થયાં છે.

Hit and run case માં આરોપી પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો

author img

By

Published : Jun 29, 2021, 9:27 PM IST

  • અમદાવાદના Hit and run case કેસનો આરોપી હાજર થયો
  • મારી કાર 40 કિ.મી.ની જ સ્પીડથી જ ચાલતી હતી - પર્વ શાહ
  • પર્વ શાહના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે - ACP

અમદાવાદઃ શહેરમાં શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે 12.46 કલાકે હિટ એન્ડ રનની (Hit and run case) ઘટના બની હતી. જેમાં કારે ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં પરિવારની એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં છે. ઇજાગ્રસ્તોમાંથી બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલી દેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ હૉસ્પિટલમાં સરાવાર માટે લઇ જવામાં આવ્યાં છે.

Hit and run case ની ઘટના બાદ કારચાલક અને તેમાં સવાર અન્ય લોકો કાર ઘટનાસ્થળે મૂકીને જ ફરાર થયા હતાં. એન ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધીને આ ફરાર લોકોની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ત્યારે આરોપી પર્વ શાહ (Hit and run case accused parv shah) પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે.

ACP બી.બી. ભગોરાએ જણાવ્યું કે નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે

Hit and run case કેસમાં આરોપી પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો

બનાવમાં i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે. જો કે બપોર બાદ કાર ચાલક શૈલેષ શાહનો પુત્ર પર્વ શાહ (Hit and run case accused parv shah) હોવાનો ખુલાસો થયો છે. ત્યાર બાદ પર્વ શાહ સેટેલાઈટના N ડિવિઝિન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. ત્યારે પર્વ શાહ પિતા સાથે કુર્તીનો બિઝનેસ કરે છે. 21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ શાહને કુર્તીનો બિઝનેસ છે. તેઓ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ ચલાવે છે. પર્વ તેના પિતા સાથેના ધંધામાં જ છે.

ઘટનાની પૂર્વભૂમિકા

પૂછપરછમાં સામે આવ્યું કે પર્વ શાહ (Hit and run case accused parv shah) કર્ફ્યૂ વચ્ચે મિત્રો સાથે મોજ કરવા નીકળ્યો હતો. પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતાં તેઓ ગલીમાં વળી ગયાં. પરંતુ પાછળ પોલીસ હોવાથી તેઓએ કાર ભગાવી મારી હતી. જેને પગલે પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. જો કે પોલીસ વેન્ટોકારમાં હોવાથી પર્વએ રેસ ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, એક મહિલાનું મોત, 03 બાળકો ઇજાગ્રસ્ત

આરોપી પર્વનું નિવેદન

Hit and run case accused parv shah પર્વ શાહે કહ્યું કે, મારી કાર 40 કિ.મી.ની જ સ્પીડથી જ ચાલતી હતી. કાર અંદર ઘુસી ગઈ એટલે લોકો લાકડી લઈને મારવા આવ્યાં અને એક વ્યક્તિએ મારા મિત્રને માર્યો એટલે અમે દોડીને મીઠાખળી ભાગી ગયાં. મને આ વાતનું દુઃખ છે અમે એ ફેમિલીને બનતી મદદ કરીશું. મને લાગ્યું કે પોલીસ મારી કારનો પીછો પોલીસ કરે છે એટલે અમે ભાગ્યાં હતાં. મારી સાથે બે ભાઈ અને એક મિત્ર હતો. તેના નામ વૃષભ, દિવ્ય અને પાર્થ છે.

પોલીસ નિવેદન નોંધી રહી છેઃ ACP

ત્યારે બીજી તરફ આ અંગે ACP બી.બી. ભગોરાએ જણાવ્યું કે, બનાવની જાણ થતાં તપાસ ચાલુ કરી હતી. (Hit and run case accused parv shah) આરોપી પર્વ શાહની અટકાયત કરી છે. નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ છે. નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે વિસ્મય શાહની અરજી ફગાવી,સરેન્ડર કરવાનો હુકમ

રાત્રી કરફ્યૂમાં નબીરાઓની મોજ!

ત્યારે આ સમગ્ર મામલે પોલીસે પર્વ શાહનું (Hit and run case accused parv shah) નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પર્વ શાહ નશાની હાલતમાં હતો કે કેમ તે સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાત્રી કરફ્યુમાં પણ આવા નબીરાઓ મોજ કરવા નીકળી પડે છે. ત્યારે પોલીસની કામગીરી ઢીલી છે તેમ કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.