- રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ સામે હાઇકોર્ટે વ્યક્ત કરી ચીંતા
- ચૂંટણીમાં ઉજવણીના કાર્યક્રમોથી હાઇકોર્ટ થઈ નારાજ
- જો કોરોનાના કેસ વધશે તો કાર્યકરોને કોવિડ ડ્યુટી કરાવીશુંઃ હાઇકોર્ટ
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારને કહ્યું છે કે, 47 ટકા કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે જો ઇલેક્શન અને ચૂંટણીના પરિણામોના કારણે કોરોનાના કેસમાં વધારો થશે તો કાર્યકરો પાસેથી જ કોવિડ માટેની ડ્યુટી કરાવવામાં આવશે.
કોરોનાને લઈ સરકારે વધુ પગલાં લેવાની જરૂર
નામદાર હાઇકોર્ટે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ સામે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમના અમલીકરણ ઉપર ફરિવાર કડકાઈથી સરકારે પાલન કરાવવું પડશે. મહાધિકવતા કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર અન્ય રાજ્યના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવાનો વિચાર કરી રહી છે. પરંતુ તેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, માત્ર આટલા જ પ્રયાસો પૂરતા નથી અને સરકારે વધુ પગલાં લેવાની જરૂર છે. વધુમાં હાલની પરિસ્થિતિને જોઈ ચીફ જસ્ટિસે ચેતવણી આપતા કહ્યું હતું કે, તમારી ઉજવણીઓના લીધે હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણની આશા ઉપર પાણી ન ફરી જાય તે જોજો.