ETV Bharat / city

રખડતા કૂતરાઓના ત્રાસ મુદ્દે હાઈકોર્ટે પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો - ચીફ જસ્ટીસ વિક્રમનાથ

અમદાવાદ: શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી મુદ્દે મંગળવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે ગૃહ- મંત્રાલય, શહેર પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

ETV BHARAT
રખડતા કૂતરાઓના ત્રાસ મુદ્દે હાઈકોર્ટે પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો
author img

By

Published : Jan 21, 2020, 9:11 PM IST

અરજદાર કીર્તિ ભટ્ટ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરાઓના ખસીકરણ માટે જે કાર્યક્રમ ચલાવવામાં આવે છે તેની કોઈ અસર જોવા મળી નથી. વર્ષ 2010માં શહેરમાં કૂતરાઓની સંખ્યા 30 હજાર હતી, જ્યારે 2017માં ડબલ થઈને 60 હજાર જેટલી થઈ ચુકી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે યોગ્ય ન હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

રખડતા કૂતરાઓના ત્રાસ મુદ્દે હાઈકોર્ટે પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો

અરજદારે પીટીશનમાં રજૂઆત કરી છે કે, કૂતરાઓના કરડવાથી લોકોને હળકવા સહિતની બિમારીઓનો સામનો કરવો પડે છે. માણસોને રખડતા કૂતરાઓને ફાડી ખાધાની ઘટનાઓ પણ બની છે. મોડી રાત્રે સાયકલ, બાઈક સહિતના વાહનો પાછળ પણ પડે છે, જેથી તેની સામે રક્ષણ મેળવવું બંધારણનો મૂળભૂત અધિકાર છે. કૂતરાઓના ત્રાસથી વ્યથિત થઈને અરજદાર www.dogmenance.com વેબસાઈટ ચલાવે છે. આ ઉપરાંત અરજદારે કૂતરાઓના ત્રાસના સંદર્ભે કેટલાક કોર્પોરેટર અને ધારાસભ્યો દ્વારા લખાયેલા પત્રો પણ રજૂ કર્યા હતા.

Intro:(નોંધ - પીટીસી મોજોથી મોકલી છે)

અમદાવાદમાં રખડતા કુતરાઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે મંગળવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ગૃહ- મંત્રાલય, શહેર પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધું સુનાવણી 5મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. Body:અરજદાર કીર્તિ ભટ્ટ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુતરાઓના ખસીકરણ માટે જે કાર્યક્રમ ચલાવવામાં આવે છે તેનો કોઈ અસર જોવા મળી ન હોવાની દલીલ કરી હતી. વર્ષ 2010માં શહેરમાં કુતરાઓની સંખ્યા 30 હજારની છે જ્યારે 2017માં ડબલ થઈને 60 હજાર જેટલી થઈ ચુકી છે. સરકાર દ્વારા જે આંકડા રજુ કરવામાં આવ્યા છે તે યોગ્ય ન હોવાની રજુઆત કરવામાં આવી હતી.
Conclusion:અરજદારની રજુઆત છે કે કુતરાઓના કરડવાથી લોકોને હળકવા સહિતની બિમારીઓનો સામનો કરવો પડે છે. માણસોને રખડતા કુતરાઓને ફાડી ખાધાની ઘટનાઓ પણ બની છે. મોડી રાત્રે સાયકલ, બાઈક સહિતના વાહનો પાછળ પણ પડે છે જેથી તેની સામે રક્ષણ મેળવવું બંધારણનો મૂળભૂત અધિકાર હોવાની અરજદારે પીટીશનમાં રજુઆત કરી હતી. કૂતરાઓના ત્રાસથી વ્યથિત થઈને અરજદાર કુતરાઓના ત્રાસને લઈને www.dogmenance.com વેબસાઈટ ચલાવે છે... અરજદારે કુતરાઓના ત્રાસના સંદર્ભે કેટલાક કોર્પોરેટર અને ધારાસભ્યો દ્વારા લખાયેલા પત્રો પણ રજુ કર્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.