- પ્રોટેક્શન માટે સ્થાનિક પોલીસને ફરિયાદ કરતા અરજી ન સ્વીકારી
- યુવકના પરિવારને વારંવાર કરાઈ રહ્યા છે પરેશાન
- કોર્ટના હુકમ બાદ બંનેએ લીધા રાહતના શ્વાસ
અમદાવાદ: બનાસકાંઠામાં ભણી રહેલા બંને યુવક યુવતી હાલ સ્પર્ધાત્મક પતિક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમને એકબીજાથી પ્રેમ થતા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો પણ યુવતીના ઘરે આ વિષયે જાણ થઈ જતા તેને ઘરની બહાર જવા ઉપર રોક લગાવવામાં આવી અને તેણીના લગ્ન કરી દેવાનો પરિવારના સભ્યોએ નિર્ણય લીધો હતો. આ નિર્ણય માન્ય ન રહેતા બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા પણ સમાધાન માત્ર અહીં ન આવ્યું અને યુવતીના પતિવાર તરફથી વારંવાર પ્રેશર લાવવામાં આવી રહ્યું હતું. આ સિવાય જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હતી. યુવકે મીડિયાને પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે, માતા પિતાએ સંતાનોની સ્થિતિ સમજવી જોઈએ. તેમનું સુખ સંતાનોની ખુશીમાં જ હોવું જોઈએ. આવી જ સ્થિતિને કારણે ભારતમાં હજારો લોકો આત્મહત્યા કરી લે છે.
મારા પિતાના પ્રેશરના કારણે પોલીસે અમારી અરજી ન સ્વીકારી
યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પિતાની ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી સાથે ઓળખાણ હોવાથી પોલીસ ઉપર પ્રેશર લાવવામાં આવ્યું હતું. અમને જાનથી મારી નાખવાની ધમકી મળતા અમે પોલીસ પાસે અમારી અરજી લઈને ગયા પણ પોલીસે અમારી અરજી ન સ્વીકારી. તેથી મજબૂરીથી અમારે ના છૂટકે હાઇકોર્ટના શરણે થવું પડ્યું હતું. આજે કોર્ટે અમારી તરફેણમાં હુકમ કર્યો છે અને અમને પોલીસ પ્રોટેક્શન આપ્યું છે. હું સરકારી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. અમારા પ્રેમ વિશે ઘરે ખબર પડતાં મારુ ભણવાનું પણ છોડાવી દેવામાં આવ્યું હતું.