ETV Bharat / city

ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટના મામલાને લઈને હાઈકોર્ટે મહત્વનો નિર્ણય - રીડેવલોપમેન્ટ

ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટના મામલાને લઈને હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારના રી ડેવલોપમેન્ટ પ્લાનને હાઇકોર્ટની લીલી ઝંડી આપી છે. ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકે એ રીતે રી ડેવલોપમેન્ટ ને હાઇકોર્ટ દ્વારા છૂટ આપવામાં આવી છે. આ સાથે જ, મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત રહેશે. Gandhi Ashram Redevelopment, High Court approval Gandhi Ashram redevelopment, Gandhi Ashram

ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટના મામલાને લઈને હાઈકોર્ટે મહત્વનો નિર્ણય

author img

By

Published : Sep 8, 2022, 3:43 PM IST

Updated : Sep 8, 2022, 6:52 PM IST

અમદાવાદ શહેરમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ (Gandhi Ashram Redevelopment)અંગેના પ્રોજેક્ટ સંદર્ભના રાજ્ય સરકારના ઠરાવ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેરહિતની અરજીને હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે. ગાંધીઆશ્રમનાં રીડેવલોપમેન્ટને લીલીઝંડી આપી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી ગાંધી આશ્રમમાં રિડેવલપમેન્ટનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હવે આજે ગુજરાત હાઇકોર્ટે ગાંધી આશ્રમને રીડેવલપમેન્ટની લીલીઝંડી આપી(High Court approval for Gandhi Ashram redevelopment) દીધી છે.

પ્રોજેક્ટ પર રોક લગાવવા હાઈકોર્ટમાં અરજી અગાઉ ગાંધી આશ્રમના (Gandhi Ashram)રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર રોક લગાવવા હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. આ સાથે જ આદેશ આપતા ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જે વિચાર છે અને તેના માટે જે ગવર્મેન્ટ કાઉન્સિલ બનાવવામાં આવી છે. તે મુખ્યત્વે ગાંધી વિચારોનું જતન વૈશ્વિક સ્તરે થાય અને તેનું પ્રચાર પસાર થાય તે માટેનો જ આ પ્લાન છે.

રીડેવલોપમેન્ટ કરવામાં આવશે ગાંધી આશ્રમના મૂળ આશ્રમનું તો જતન થશે પરંતુ રીડેવલોપમેન્ટના લીધે એક સારું એવું લર્નિંગ પ્લેસ પણ બની રહેશે. જેથી વિશ્વ ફલક ઉપર જે ગાંધી વિચારો છે તેને ઉજાગર કરવામાં આવશે. આ સાથે જ હાઇકોર્ટે એ પણ નોંધ્યું છે, કે મૂળ ગાંધી આશ્રમની પાંચ એકરની જે જગ્યા છે ત્યાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવે. પરંતુ આસપાસનો જે 55 એકરનો વિસ્તાર છે જ્યાં ઘણી ઇમારતો આવેલી છે. જે અત્યારે ખંડિત અવસ્થામાં છે તેને ગાંધીજી જ્યારે જીવિત હતા ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિમાં હતી અને કયા પ્રકારની કામગીરી ત્યાં થઈ રહી હતી. તેની ઝાંખી પણ મળી રહે તે પ્રકારનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.

આશ્રમની 5 એકરમાં કોઇપણ બદલાવ કરશે નહીં હાઇકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે રાજ્ય સરકારે ખાતરી આપી છે કે તે ગાંધી આશ્રમના 5 એકરમાં રહેલા મૂળ ભાગમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરશે નહીં અને તેને તેની યથાસ્થિતિને જાળવી રખાશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલો આ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પાછળનો હેતુ ગાંધીજીના સિદ્ધાંતો અને વિચારોને વિશ્વસ્તરે વધુ ફેલાવવાનો તથા આજની અને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો છે.

ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા પાંચ ટ્રસ્ટો રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટના અમલ કરતા પહેલાં ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા પાંચ ટ્રસ્ટોની સમતિ લીધેલી અને તેમના સહકારથી જ આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. આ પાંચ ટ્રસ્ટોમાં એક ટ્રસ્ટ એવુ છે કે જેની સ્થાપના ખુદ મહાત્મા ગાંધીજીએ કરેલી છે. પાંચ ટ્રસ્ટોને લઈને સરકારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરેલી છે. જે ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ધ્યાન રાખે છે.

રીડેવલોપમેન્ટને છૂટ આપી સરકાર દ્વારા જે આ બાંહેધરી આપવામાં આવી છે. તેને કોર્ટે પણ રેકોર્ડ ઉપર લીધી છે. મહત્વનું છે કે, તમામ પ્રશ્નોને સાથે રાખીને જે રી ડેવલપમેન્ટની કામ કરવાની વાત સરકાર તરફથી કોર્ટમાં કરવામાં આવી હતી. તે તમામ વાતને કોર્ટે સ્વીકારી છે. રીડેવલોપમેન્ટને છૂટ આપીને લીલીઝંડી આપવામાં આવી છે. સરકાર દ્વારા ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટને અનુલક્ષીને થોડા સમય પહેલા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેને ગાંધીજીના પ્રપૌત્ર તુષારગાંધીએ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યારથી આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો હતો.

Last Updated : Sep 8, 2022, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.