અમદાવાદ: શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસથી જ લોકો હવે હેલિકોપ્ટરની મજા માણી શકશે. હેલિકોપ્ટર જોય રાઈડ્સ અમદાવાદના સાબરમતી નદીના તટથી શરૂ કરવામાં આવી છે. એરોડ્રોમ સર્વિસ પ્રાઇવેટ લિમીટેડના સહયોગથી હેલિકોપ્ટર જોય રાઈડ્સનો શનિવારે પૂર્ણેશ મોદી (purnesh modi in ahmedabad) દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આપતકાલીન સેવાઓમાં જ્યારે જરૂર પડશે ત્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે: પૂર્ણેશ મોદી
હેલિકોપ્ટરનું ઉદ્ઘાટન રોડ- રસ્તા અને અને ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi inaugurat Helicopter Joy Rides) દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રધાને પ્રથમ વખત રાઇડ્સમાં પ્રવાસ કરવા જઈ રહેલા લોકોને બોર્ડિંગ પાસ આપ્યા હતા અને સૌ પ્રથમ પ્રધાને હેલિકોપ્ટરમાં પ્રવાસ કર્યો હતો. પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતના અનેક રાજ્યો અને અનેક શહેરોમાં જે પ્રમાણે એક જમાનો હતો કે બસના મારફત અમદાવાદ શહેરના દર્શન કરવા પડતા હતા પરંતુ આજે જે એરિયલ વ્યુ છે આકાશી નજારો જોવાનું મોટા મહા નગરોને હવાના મારફતે નિરીક્ષણ કરવું અથવા સમગ્ર શહેરના દર્શન કરવા જે આધુનિક જમાનાની પાંખ છે અને જે પાંખને પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરને પસંદ કરવામાં આવ્યુ છે, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે આપતકાલીન સેવાઓમાં જ્યારે જરૂર પડશે ત્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સી પ્લેન મુદ્દે પૂછાયેલા સવાલમાં પ્રધાને મૌન સેવી સમગ્ર પ્રક્રિયાને ટેન્ડર પ્રક્રિયા ગણાવી પોતાનો અને સરકારનો લૂલો લંગડો બચાવો કર્યો હતો.
સી પ્લેનનો ફિયાસ્કો થતા જોય રાઈડ્સ શરૂ કરાઈ
ઉલ્લેખનીય છે કે, અગાઉ ચૂંટણી સમયે અમદાવાદમાં સી પ્લેનની (Sea plane in Ahmedabad) શરૂઆત કરવામાં આવી હતી, જોકે સી પ્લેન છેલ્લા એક વર્ષથી ક્યાં છે તેનો કોઈ અતોપતો જ નથી, તો બીજી તરફ સી પ્લેન માટે બનાવેલું એરડ્રોમાં માથા વગરનું ધડ બની ગયું છે, જેના કારણે અનેક મજાક સર્જાઈ હતી. તો રાજકીય પક્ષ દ્વારા સી પ્લેનને લઈ સત્તાધારી પક્ષ પર પણ અનેક વખત આક્ષેપો કરવામાં આવતા હતા. જેને લઈ સરકારે માથા વગર રહેલા ધડ એરોડ્રોમને ફરી સુશોભિત કરવા માટે થઈ હેલિકોપ્ટર જોય રાઈડ્સ (Helicopter Joy Rides Ahmedabad) થકી અમદાવાદના પ્રખ્યાત સ્થળોના આકાશીય દર્શન કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણી આવતા સમયે શરૂ કરવામાં આવેલા સી પ્લેનનો ધરખમ ભાવ હોવાના કારણે ગણ્યા ગાંઠિયા લોકો હતા, ત્યારે હેલિકોપ્ટર જોય રાઈડ્સમાં કેટલા લોકો બેસશે તે એક મહત્વનો સવાલ ઉભો થઇ રહ્યો છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારને રોડ તૂટ્યા હોવાની 30,000 ફરિયાદો મળી, 70 ટકા કામગીરી પૂર્ણ
આ પણ વાંચો: Purneshbhai Modi Inaugurates Overbridge: કામરેજના ઉંભેળ ખાતે 6 લેન ઓવરબ્રિજનું ખાતમહુર્ત કર્યું