ETV Bharat / city

વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર - Heavy Rain in Vadodara

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠેરઠેર મેઘરાજા મન મૂકીને વરસ્યા (Heavy Rain in all over Gujarat) હતા. તો અનેક જગ્યાએ લોકોને હેરાન થવાનો પણ વારો આવ્યો હતો. જ્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હેલિકોપ્ટરમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તેમણે અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લીધી હતી. ત્યારે જાણીએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો હતો.

વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર

author img

By

Published : Jul 13, 2022, 11:00 AM IST

Updated : Jul 13, 2022, 1:15 PM IST

અમદાવાદઃ શહેરમાં રવિવારે પડેલા ધોધમાર વરસાદના કારણે (Heavy Rain in all over Gujarat) અનેક જિલ્લાઓમાં 2 દિવસ સુધી પાણી રહ્યું હતું. જોકે, મંગળવારે શહેરમાં વરસાદે વિરામ લીધો હતો. અહીં સાંજ થતાં આખું આકાશ કોરું થઈ ગયું હતું. જોકે, હજી પણ અનેક જગ્યાએ બેઝમેન્ટ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા યથાવત્ છે. વરસાદના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ (Heavy Rain exposed AMC) ખૂલી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે, શરૂઆતી વરસાદમાં જ રોડરસ્તાની આ હાલત છે તો હજી ધોધમાર વરસાદ આવશે તો શું થશે. તેની લોકો ચિંતા કરી રહ્યા છે.

CMએ કર્યું હવાઈ નિરીક્ષણ

અમદાવાદમાં હેલ્પલાઈન નંબર કરાયો જાહેર - અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને જોતાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કન્ટ્રોલ રૂમ કાર્યરત્ કરવામાં આવ્યો છે. અહીં લોકો 079 27560511 નંબર પર સંપર્ક કરી શકશે. જ્યારે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો હેલ્પલાઈન નંબર 1077 છે. કોઈ પણ ઈમરજન્સી હોય તો આ ફોન નંબર પર સંપર્ક કરીને તાત્કાલિક મદદ મેળવી શકો છો.

આ પણ વાંચો- ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ'

ડાંગમાં જોવા મળ્યું કુદરતી સૌંદર્ય - ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં અહીં કુદરતી સૌંદર્ય જોવા મળ્યું હતું. સાથે જ અહીં ભારે વરસાદ પડતાં પહાડમાંથી પાણી ધોધની જેમ વહેવા લાગ્યું હતું, જેને જોવા માટે લોકોની ભીડ જામી હતી.

વડોદરામાં વરસાદની સ્થિતિ - વડોદરામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ (Heavy Rain in Vadodara) પર નજર કરીએ તો, વડોદરામાં 72 મિમી, કરજણમાં 149 મિમી, ડભોઈમાં 46 મિમી, પાદરામાં 101 મિમી, વાઘોડિયામાં 6 મિમી, સાવલીમાં 5, મિમી, શિનોરમાં 43 મિમી વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદ

વડોદરા મનપાએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર - વડોદરામાં અતિભારે વરસાદની આગાહીના કારણે મહાનગરપાલિકાએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. લોકો આફતના સમયે મદદ માટે 0265-2423101, 2426101 અને 8238023337 નંબર પર ફોન કરી શકશે. જ્યારે ટોલ ફ્રી નંબર 1800 233 0265 પણ જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાની મુલાકાત લીધી

આ પણ વાંચો- પાટણવાસીઓ લેશે રાહતનો શ્વાસ, SDRFની ટીમને રખાઈ સ્ટેન્ડ બાય

મુખ્યપ્રધાને જિલ્લાઓની કરી મુલાકાત - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાની મુલાકાત (CM Bhupendra Patel visits Navsari) લીધી હતી. અહીં તેમણે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તેમણે આશ્રયસ્થાનમાં સ્થળાંતર થયેલા અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી અને તેમને મળી રહેલ ભોજન તેમ જ આરોગ્ય સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને નર્મદા જિલ્લામાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ કૃષિ પાક અને ખેતરને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી. સાથે જ તેમણે પાણી ઓસરે પછી ખેતીવાડીને થયેલા નુકસાનનો સરવે શરૂ કરવા અધિકારીઓની સૂચના આપી હતી.

વડોદરામાં ઘૂટણસમા પાણી
વડોદરામાં ઘૂટણસમા પાણી

જૂનાગઢમાં જળાશયો છલકાયા - જૂનાગઢમાં ખોરાસા નજીક આવેલા સાબલી જળાશય અને બાદલપુર નજીક આવેલ ઓજત 2 જળાશય છલકાયા (Reservoirs flooded in Junagadh) હતા. અહીં સાબલી જળાશયના 3 દરવાજા 0.30 મીટર અને ઓજત 2 જળાશયના 2 દરવાજા 0.60 મીટર ખોલી કઢાયા હતા. આ ઉપરાંત ખોરાસા, સેદરડા, માણેકવાડા, મઘરવાડા અને ડેરવાણ ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા જિલ્લા વહીવટી તંત્રએ સૂચનાઓ આપી હતી.

બનાસકાંઠામાં વરસાદની સ્થિતિ- અહીં વરસાદના કારણે માવલ અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં નવા નીરની આવક (Income of new water in Banas river) થઈ છે. જિલ્લાની જીવાદોરી લોકમાતા બનાસ નદી ફરી જીવંત થઈ છે. હવે પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે.

વડોદરામાં વરસાદની સ્થિતિ
વડોદરામાં વરસાદની સ્થિતિ

ખેતરો થયા પાણીપાણી - બનાસકાંઠાના ભાભર પંથકમાં ગઈકાલે સવારથી અસહ્ય ગરમી પછી બપોરે 2 વાગ્યા પછી અતિભારે વરસાદ (Heavy Rain in Banaskantha) પડ્યો હતો. જ્યારે અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો વરસાદ શરૂ થતાં ખેતરો સહિત શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીપાણી થઈ ગયા હતા. તો ભાભર નગરપાલિકાએ પાણીના નિકાલ માટે ટીમ તહેનાત કરી હતી. તંત્રએ ચાલુ વરસાદે જ પાણીનો નિકાલ કર્યો હતો.

નવસારીવાસીઓ માટે આવ્યા સારા સમાચાર - જિલ્લાની જીવા દોરી સમાન જૂજ અને કેલિયા ડેમ થયા ઓવરફલૉ થઈ (Juj and Kelia dam overflow in Navsari) ગયો છે. આ ડેમ 100 ટકા ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ જૂજ ડેમ ઓવરફ્લૉ થતા કેચમેન્ટ વિસ્તારમાં આવતા 17થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે કેલિયા ડેમ ઓવરફ્લૉ થતા વાંસદા, ગણદેવી અને ખેરગામ તાલુકાના કુલ 23 ગામોને એલર્ટ કરાયા છે.

મુખ્યપ્રધાને નર્મદા જિલ્લામાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ કૃષિ પાક અને ખેતરને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી

કેલિયા ડેમની સ્થિતિ - અત્યારે જૂજ ડેમમાંથી 84.65 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કેલિયા ડેમમાંથી 743.00 ક્યૂસેક પાણી કાવેરી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ જૂજ ડેમની સપાટી 167.55 મીટર તો કેલિયા ડેમની સપાટી 113.50 મીટર સુધી પહોંચી છે.

સાબરકાંઠાના ખેડૂતો ખુશ - સાબરકાંઠાના ઈડરમાં પશ્ચિમી વિસ્તારમાં વરસાદી માહોલ (Heavy Rain in Sabarkantha) જોવા મળ્યો હતો. અહીં ગઈકાલે 2 ઈંચ જેટલા વરસાદના કારણે પહેલી વાર ડેભોલ નદીમાં પાણી આવ્યું હતું. જ્યારે ઈડર વિસ્તારમાં પાણીની પારાયણ સર્જાઈ રહી છે. તો 2 વર્ષ પછી પહેલી વખત પાણી આવતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.

વીજળી પડતાં યુવકનું મોત - સાબરકાંઠામાં વરસાદની વાત કરીએ તો, ઈડરમાં 2 ઈંચ, ખેડબ્રહ્મામાં સાડા 4 ઈંચ, તલોદમાં 1 ઈંચ, પ્રાંતિજમાં 1 ઈંચ, પોશીનામાં સવા 2 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, વિજયનગરમાં અડધો ઈંચ, હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ જિલ્લામાં ગત મોડી રાત્રે વીજળી પડવાના 2 બનાવ બન્યા હતા. જ્યારે તલોદના ખારા મૂવાડામાં વીજળી પડતા યુવાનનું મોત થયું હતું. આ ઉપરાંત ચિત્રોડામાં એક તબેલા પર વીજળી પડતા 5 પશુના મોત અને બે પશુ ઈજાગ્રસ્ત થયા હતા.

ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક - તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક થઈ છે. અહીં ઉપરવાસમાં વરસાદના કારણે સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. અહીં ઉકાઈ ડેમમાં 60345 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે 800 ક્યૂસેક પાણીની જાવક થઈ છે. અત્યારે ઉકાઈ ડેમનું સ્તર 324.20 ફૂટ છે.

રાજકોટમાં નવા નીરના વધામણાં - રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામમાં આવેલો ફોફળ ડેમ ઓવરફ્લૉ થયો હતો. ફોફળ ડેમ જામકંડોરણા તથા ધોરાજીને પાણી પૂરું પાડે છે. ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા તેમ જ નગરપાલિકાના સુધરાઈ સભ્યો સાથે નવા નીરના વધામણા કર્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે, 2 વર્ષ સુધી પીવાનું પાણી ખૂટશે નહીં.

Last Updated : Jul 13, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.