- હાઇકોર્ટમાં હાર્દિકની રાજ્ય બહાર જવાની અરજી પર થઇ સુનાવણી
- હાઇકોર્ટે સરકારને આગામી મુદ્દતે જવાબ રજુ કરવા કર્યો આદેશ
- સેશન્સ કોર્ટમાં અરજી રદ થતા હાર્દિકે હાઇકોર્ટ પાસે માંગી છે મદદ
અમદાવાદઃ રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલને કોર્ટ દ્વારા રાજ્ય બહાર ન જવાની શરતે જામીન આપ્યા છે. જેથી હાર્દિક કોઈ પણ પ્રકારની રાજનૈતિક પ્રચારમાં જઈ શકતો નથી. ઉલ્લેખનીય છે કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના યુવા ચહેરા તરીકે પાર્ટીના પ્રચાર માટે હાર્દિકને ત્યાં મોકલવામાં આવે, જેથી કોર્ટમાં હાર્દિકના વકીલે દલીલ કરી હતી કે, ચૂંટણીના પ્રચાર માટે હાર્દિકને જવાનુ છે. તેમજ એક કેસ અંગે વકીલને મળવા દિલ્હી જવાનું છે, જેથી હાર્દિકને રાજ્ય બહાર જવા માટેની મંજૂરી આપવામાં આવે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજુ કરવા માટે ફટકારી નોટિસ
હાર્દિકની અરજીને પગલે રાજ્ય સરકારને નોટિસ ફટકારવામાં આવી છે કે, તેઓ આગામી મુદ્દતમાં જવાબ રજુ કરે. હવે આગામી મુદ્દતમાં સરકારના જવાબ બાદ જ ખબર પડશે કે, હાર્દિક પટેલને રાજ્ય બહાર જવાની કોર્ટ પરમિશન આપે છે કે કેમ.