ETV Bharat / city

PSI ભરતી વિવાદ મામલે હજી જોવી પડશે રાહ, HCએ ચૂકાદો રાખ્યો અનામત - ભરતી બોર્ડના નિયમ

ગુજરાત હાઈકોર્ટમાં PSI ભરતી વિવાદ (PSI Recruitment Controversy) મામલે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોતાનો ચૂકાદો 8 જૂન સુધી અનામત રાખ્યો છે.

PSI ભરતી વિવાદ મામલે હજી જોવી પડશે રાહ, HCએ ચૂકાદો રાખ્યો અનામત

author img

By

Published : Jun 7, 2022, 11:12 AM IST

અમદાવાદઃ PSI (પોલીસ સબ ઈન્સ્પેક્ટર) ભરતી વિવાદ છેલ્લા ઘણા સમયથી (PSI Recruitment Controversy) ચર્ચામાં છે. ત્યારે સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં (Hearing in Gujarat High Court) આ વિવાદ મામલે થયેલી વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ (Hearing in Gujarat High Court) ધરવામાં આવી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચૂકાદો 8 જૂન સુધી અનામત રાખ્યો છે. તો સોમવારની સુનાવણીમાં શું થયું તે અંગે જોઈએ આ અહેવાલ.

અરજદારના વકીલની રજૂઆત - આ કેસ અંગે અરજદારના વકીલની રજૂઆત હતી કે, પ્રિલીમ પરીક્ષા આ સ્ક્રિનિંગ ટેસ્ટ છે અને તેના પરિણામમાં ઓપન કેટેગરીની યાદીમાં અનામતના ઉમેદવારોનો સમાવેશ કરી શકાય નહીં. સામાન્ય રીતે મુખ્ય પરીક્ષાના પરિણામ બાદ જ બનતા ઓપન કેટેગરીના મેરિટમાં અનામત વર્ગના ઉમેદવારનો સમાવેશ કરવામાં આવતો હોય છે. નિયમ ઑથોરિટી અને ભરતી બોર્ડે પ્રિલીમ પરીક્ષામાં તેનો અમલ કરી દીધો છે, જે અયોગ્ય છે, એટલે પ્રિલીમ પરીક્ષાના પરિણામનું મેરિટ લિસ્ટ (PSI Prelim Exam Merit List) રદ કરો અને અનામતના ઉમેદવારોને અનામત મળે છે. તેની સીધી અસર જનરલ વર્ગના થઈ રહી છે અને સરકારનું વલણ બિલકુલ યોગ્ય નથી.

આ પણ વાંચો- Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ - આ મામલે ગઈ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને (State Government gives reply to Gujarat HC) પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું અને રાજ્ય સરકારે પોતાનો જવાબ પણ રજૂ કર્યો હતો. તે પ્રમાણે, સોમવારની સુનવણીમાં રાજ્ય સરકારે પોતાની એક મહત્વની વાત કહી હતી. રાજ્ય સરકાર તરફથી હાજર એડવોકેટ જનરલે આ સમગ્ર મામલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અરજદારે જે માગ કરી છે. તેને બિલકુલ પણ સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે, ભરતી બોર્ડ જે પણ પ્રક્રિયા કરી છે. તે સંપૂર્ણપણે યોગ્ય છે અને નિયમો પ્રમાણે છે.

આ પણ વાંચો- Vadodara Sokhda Controversy: વડોદરા હરિધામ સોખડાનો ગાદી વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

પ્રિલીમ પરીક્ષાનું પરિણામ યોગ્ય છે - રાજ્ય સરકાર તરફથી હાજર એડવોકેટ જનરલે વધુમાં ઉમેર્યું હતું કે, ભરતી બોર્ડના નિયમ (Recruitment Board Rules) પ્રમાણે, તમામ બેઠકોના ત્રણ ગણા ઉમેદવારોને પણ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે. તેમ જ આ ભરતી માટે જે પણ પ્રિલીમ પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. તે પણ બિલકુલ યોગ્ય છે. સાથે તેમણે પણ રજૂઆત કરી હતી કે, જો GPSC મુજબની પેટર્નને (Pattern of GPSC) અમે અનુસરીએ અને પ્રમાણે જો વિદ્યાર્થીને બોલાવવામાં આવે તો તે 23,000 જેટલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવા પડે. જ્યારે આ ભરતીમાં કુલ 1,382 જગ્યાઓ છે અને મુખ્ય પરીક્ષા માટે અંદાજે 4,200 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.

ઉમેદવારોનો સમાવેશ નિયમ પ્રમાણે થયો છે - સાથે જ તેમણે એ પણ રજૂઆત કરી હતી કે, ઓપન કેટેગરીનું મેરિટ લિસ્ટ છે. દરેક માટે ઉપલબ્ધ છે, જેમાં OBC, SC, STના મેરિટવાળા ઉમેદવારનો પણ સમાવેશ થઈ શકે છે. આથી અનામત વર્ગના મેરિટવાળા ઉમેદવારને પણ આ ભરતી બોર્ડના નિયમ (Recruitment Board Rules) પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Hearing in Gujarat High Court) બંને પક્ષની સુનાવણી બાદ પોતાનો ચૂકાદો 8 જૂન સુધી અનામત રાખ્યો છે. મહત્વનું છે કે, 12 જૂને PSIની મુખ્ય પરીક્ષા યોજાશે. ત્યારે હવે 8 જૂને ગુજરાત હાઈકોર્ટ (Hearing in Gujarat High Court) આ મામલે પોતાનો જે ચૂકાદો આપે છે. તેની પર સમગ્ર વાત રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.