અમદાવાદ: પુરા વિશ્વમાં લોકો કોરોના લીધે હાલ ઘરમાં છે અને lock down નું પાલન કરી રહ્યા છે અને આવા સમયે લોકો પોતાના શોખ પણ પૂરો કરી રહ્યાં છે અને પોતાને મનગમતી વસ્તુઓ બનાવી અને શીખવી રહ્યાં છે. ભલે તે પછી કુકિંગ હોય કે યોગ હોય લોકો કંઇ પણ કરીને પોતાને કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત રાખી રહ્યાં છે અને પોતાને મનગમતી એક્ટિવિટી એન્જોય કરી રહ્યાં છે ત્યારે શહેરના બિઝનેસવુમન શ્વેતા શાહે મિનિચર ફૂડ ક્રાફ્ટ તૈયાર કર્યા છે.
લોક ડાઉનનો સદુપયોગ: શહેરના બિઝનેસ વુમને તૈયાર કર્યાં મિનિએચર ફૂડ ક્રાફટ તેમને એક આર્ટ બનાવતાં 30થી 45 મિનિટ લાગે છે અને તેને કલર કરવામાં 15 મિનિટ એટલે કલાકમાં એક ક્રાફટ તૈયાર થઈ જતું હોય છે. દરેક વસ્તુની સાઈઝ અઢી ઈંચ છે એટલે કે 2 રૂપિયાનાં સિક્કા જેટલી કહી શકાય. ફાફડા, થાળ, સ્વીટ્સ આ બધું ભલે અત્યારે અમદાવાદની દુકાનોમાં કે રેસ્ટોરાંમાં મળતું નથી પણ શહેરના શ્વેતા શાહે પોતાના ઘરે જ આ બધાંના મિનિએચર તૈયાર કર્યાં છે.
લોક ડાઉનનો સદુપયોગ: શહેરના બિઝનેસ વુમને તૈયાર કર્યાં મિનિએચર ફૂડ ક્રાફટ તેઓ જણાવે છે કે, ‘પોતાનાં બિઝનેસને કારણે તેઓ ક્રાફટને સમય આપી શકતાં ન હતાં. ત્યારે ક્વોરેન્ટાઈન સમયમાં તેમણે ઘરે બેઠાં મિનિએચર ક્રાફટ પ્રોડક્ટ તૈયાર કરી છે. મેં મિનિએચર ફરસાણ, થાળ અને સ્વિટ જેવી વિવિધ વસ્તુઓ તૈયાર કરી છે.’ ઈનોવેશન અને ક્રિએટીવિટી કરવી તે મારી સ્પેશ્યાલિટી છે. આ મિનિચર પ્રોડક્ટ પણ મેં ઘરે ડેકોરેટીવ આઈટમમાં રાખવા બનાવ્યાંં છે. ક્વોરેન્ટાઈન દરમિયાન ફરી એકવાર હું ક્રાફટ સાથે જોડાઈ છું અને મેં બે દિવસમાં મારા પરિવાર સાથે મળી તેમને પણ ક્રાફ્ટ શીખવાડી વિવિધ ફૂડ ડિશ તૈયાર કરી છે. જેમાં આ ક્રાફટમાં ફરસાણ , દાળ-ભાત તેમજ ભજીયા બનાવ્યાં છે. આમાં ફૂડ સિવાય પણ કેટલી વસ્તુઓ બની શકે છે’
લોક ડાઉનનો સદુપયોગ: શહેરના બિઝનેસ વુમને તૈયાર કર્યાં મિનિએચર ફૂડ ક્રાફટ આ રીતે બને છે : કોન ફ્લોર તેમ જ ફેવિકોલને મિક્સ કરીને ક્લે બનાવવામાં આવે છે. આ ક્લેને જે આઈટમ તૈયાર કરવી હોય તેનો શેપ આપવામાં આવે છે. આ શેપ આપતા સમયે ફોક્સ હોવું જરૂરી છે. જેથી તેમે તેને પરફેક્ટ શેપ આપી શકો. શેપ આપ્યાં પછી તેને પેઈન્ટિંગનાં ક્લરથી પેઈન્ટ કરવામાં આવે છે. આ ક્લેને થાઈ ક્લે પણ કહી શકાય છે. ડિશ તેમજ ગ્લાસ પણ જાતે તૈયાર કર્યાં છે.