ETV Bharat / city

હાર્દિક પટેલનો વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે... - ભાજપ અંગે હાર્દિક પટેલ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભગવો ખેસ ધારણ કરતા તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમના વોટ્સએપ પ્રોફાઈલ ફોટોમાં ભગવા ખેસ (Hardik Patel changed whatsapp profile) સાથેનો ફોટો મૂક્યો છે. તેના કારણે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જો કે, હાર્દીકને આ મુદ્દે સવાલ કરતા તેણે સાફ કઈ પણ બોલવાની જગ્યાએ મને ખ્યાલ નથી જેવા ગોળ ગોળ જવાબો આપ્યા હતા.

હાર્દિક પટેલે વોટ્સએપ પર લગાવ્યો ભગવા ખેસ પહેરેલો ફોટો, શું કોગ્રેસ છોડવાનો આપ્યો સંકેત...

author img

By

Published : Apr 25, 2022, 3:25 PM IST

Updated : Apr 25, 2022, 5:07 PM IST

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભગવા ખેસના કારણે (Hardik Patel changed whatsapp profile) ચર્ચામાં આવ્યા છે. કારણ કે, હાર્દિક પટેલે વોટ્સએપમાં પોતાનો પ્રોફાઈલ ફોટો બદલીને કેસરી ખેસ પહેરેલો ફોટો મૂક્યો છે. આ પહેલા હાર્દિક પટેલે 'હું લડીશ અને જીતીશ' તેવું લખેલો ફોટો પ્રોફાઈલમાં મૂક્યો હતો, પરંતુ 2 દિવસ પહેલાં જ હાર્દિક પટેલે ભગવો ખેસ પહેરેલો ફોટો મૂકતા ફરી એક વાર રાજકારણમાં તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ ટૂંક સમયમાં છોડી ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

હાર્દિક પટેલે વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે...

મને ખ્યાલ નથી: જો કે હાર્દીકને આ મુદ્દે સવાલ કરતા તેણે સાફ કઈ પણ બોલવાની જગ્યાએ કહ્યુ હતુ કે, તમે અને તમારી પત્નિ વોટ્સએપમાં પોતાનો પ્રોફાઈલ ફોટો થોડા દિવસે બદલો કે નઈ, સાથે જ કહ્યુ કે વોટ્સએપમાંથી રીમુવ કરવા પર કહ્યુ કે મને ખ્યાલ નથી વોટ્સએપમાં હજારો ગૃપ હોય છે, શુ ચાલે શુ નઈ એની ચિંતા નઈ કરવી, જેવા ગોળ ગોળ જવાબો આપ્યા હતા.

હાર્દિક પટેલે વોટ્સએપ પ્રોફાઈલ બદલી
હાર્દિક પટેલે વોટ્સએપ પ્રોફાઈલ બદલી

આ પણ વાંચો- Hardik Patel Statement: હાર્દિક પટેલે પક્ષ બદલવાની વાતો વચ્ચે આપ્યું ચોંકાવનારું નિવેદન, કઈ કહી વાત જાણો

ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ - છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની રાજનીતિમાં નવા જૂની થવાના (Gujarat Election 2022) એંધાણ સામે આવી રહ્યા છે. તેમાં પણ ચારે તરફ ચર્ચાનો વિષય બન્યા હોય તો તે છે નરેશ પટેલ અને હાર્દિક પટેલ. એક તરફ હાર્દિક પટેલે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત (Hardik Patel annoyed with Congress) કરી હતી. બીજી તરફ હાર્દિક પટેલ ભાજપના ગુણગાન (Hardik Patel on BJP) ગાતા પણ જોવા મળ્યા હતા. અધૂરામાં પૂરું હાર્દિક પટેલે ભગવા ખેસ સાથેનો પ્રોફાઈલ ફોટો (Hardik Patel changed whatsapp profile) મૂકતા ચર્ચા વધી છે.

આ પણ વાંચો-Hardik Patel in Surat: કોંગ્રેસમાં મજબૂત લોકોની આવડતનો યોગ્ય ઉપયોગ થશે તો જ પાર્ટી મજબૂત થશેઃ હાર્દિક પટેલ

ભાજપ સરકારના સંગઠનની પ્રભાવિત થયા હતા હાર્દિક પટેલ - છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે તેવા સંકેત મળી રહ્યા છે. પહેલા તો હાર્દિક પટેલે ભાજપની નેતાગીરી અને ભાજપના સંગઠનના ગુણગાન કર્યા હતા. તેના કારણે હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા હોવાના સંકેત મળ્યા છે. જોકે, હાર્દિક પટેલે માત્ર વોટ્સએપ પર જ ભગવા ખેસ ધારણ (Hardik Patel changed whatsapp profile) કરેલો ફોટો રાખ્યો છે. જ્યારે ફેસબુક અને ટ્વિટર પર પહેલાના પ્રોફાઈલ ફોટો એમના એમ જ છે.

Last Updated : Apr 25, 2022, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.