- કોંગ્રેસ હાઈકમાન્ડે હાર્દિક અને જીગ્નેશને દિલ્હી બોલાવ્યા
- બન્ને યુવા નેતાઓને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે
- CWCની બેઠકમાં બન્ને નેતાઓ ઉપસ્થિત રહેશે
ન્યૂઝ ડેસ્ક : ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress ) રાજકીય ઉથલપાથલના એંધાણ જોવા મળી રહ્યા છે. આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને દિલ્હી હાઇકમાન્ટનું તેડૂં આવ્યું છે. આ સમાચારથી રાજ્ય કોંગ્રેસમાં આ બન્ને યુવા નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) થોડા જ સમયમાં આવવાની છે, ત્યારે બન્ને યુવા નેતાઓ વિધાનસભા ચૂંટણીમાં કિંગ મેકર બની શકશે કે કેમ તેના પર કોંગ્રેસ દાવ રમી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં જૂનાજોગીઓને કાઢીને નવા યુવાનોને મોકો આપવા કોંગ્રેસ હાઇકમાન્ડ નિર્ણય લઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પ્રમુખ પદ્દ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂંક કરવામાં આવી શકે છે. તો બીજી તરફ ભરતસિંહ સોલંકીને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે, ત્યારે ભરતસિંહને પ્રમુખ બનાવતા હોય કે પછી માત્ર જાણ માટે બોલાવવામાં આવ્યા હોય તે આવનારા સમયમાં જ ખબર પડશે.
જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની કેમિસ્ટ્રી સફળ થશે ખરી ?
હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીની કેમિસ્ટ્રી સારી છે, પર્સનલ લાઈફમાં બન્ને સારા મિત્રો છે. જ્ઞાતિવાદી સમીકરણ જોઈએ તો બન્ને કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. પાટીદારો અને દલિત સમાજના મતને તેઓ પરત લાવી શકે છે, પણ સફળતા કેટલી મળશે તે તો ચૂંટણી સમયના મુદ્દા પર આધારિત રહેશે. વડગામમાં અપક્ષ તરીકે જ્યારે મેવાણીએ ઉમેદવારી નોંધાવી ત્યારે કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું હતું. એટલે આમ જોવા જઈએ તો મેવાણીને કોંગ્રેસનો ટેકો હતો, પણ મેવાણી કોંગ્રેસ સાથે સંકળાયા છે. પણ વાત આટલેથી અટકતી નથી. કેમ કે 2022ની ચૂંટણી આવે છે. હાઈકમાન્ડ યુવા ચહેરાને સુકાની પદ આપશે પણ સિનિયર નેતાઓને સાથ મળશે નહી, તાલમેળ જાળવવું ખૂબ કઠિન સાબિત થશે. મેવાણીના કોંગ્રેસમાં સંકળાવાથી કોંગ્રેસને સીધો ફાયદો થશે તેવું માનવાના કોઈ કારણ નથી.
આ પણ વાંચો: