- ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
- ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત
- યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરએ કર્યું પોતાના શિક્ષકોનું સન્માન
અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( GTU ) ચાંદખેડા ખાતે ગુરૂપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ( Governor Acharya Devvrat ) ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ગુરુ-શિષ્ય પરંપરા એ ભારત વર્ષની વિશેષતા છે. પ્રાચીન અને વર્તમાન કાળમાં પણ ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તેના પાયાના મૂળમાં ગુરુ શિષ્ય પરંપરા રહી છે.
આ પણ વાંચો: ભવનાથમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
વ્યવહારમાં ગુરુના સંસ્કાર ઉજાગર કરવા
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે ( Vice Chancellor Naveen Seth ) જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ માતા-પિતા અને પોતાના ગુરુજનો પાસેથી મળેલા સંસ્કાર ક્યારેય પણ ભૂલવા ન જોઈએ. પોતાના વ્યવહારથી તેમના સંસ્કાર ઉજાગર કરવા જોઈએ. આ ઉપરાંત કુલપતિએ પોતાના શાળાકીય જીવન દરમિયાન તેમને ભણાવાનારા શિક્ષકોનું પૂજન કર્યું હતું. તેમજ કુલપતિ પદને મળેલી 51 ભેટના, 52 હજાર રૂપિયા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો: માંગરોલની દરગાહમાં ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ
આજની પેઢીને આ પર્વનું મહત્વ સમજવું જરૂરી : નવીન શેઠ
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, આજની પેઢી ગુરુ શિષ્યના જ્ઞાનના સંબંધોથી અજાણ છે. તેમનામાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 14 વિદેશી વિધાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.