ETV Bharat / city

કોરોના મહામારીના સમયગાળામાં ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પડ્યું

સાક્ષીતા બહેનને છેલ્લા દસ વર્ષથી હૃદયની તકલીફ હતી. તેમનું હૃદય માત્ર 20 ટકા કામ કરી રહ્યું હતું. સરકારી તથા ખાનગી હૃદયની હોસ્પિટલમાં તપાસ કરાવતા તેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું જે ખૂબ જ ખર્ચાળ વિકલ્પ હતો. ઉપરાંત સાક્ષીતા બહેનના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હોવાથી તેમના પતિએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ માટે સરકારને અરજી કરતા ધારાસભ્ય જગદીશભાઈ પટેલની મદદ દ્વારા તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થયું અને તેઓ બીમારીમાંથી સ્વસ્થ થયા હતા.

author img

By

Published : Jul 15, 2020, 9:40 PM IST

કોરોના મહામારી વચ્ચે ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પડ્યું

અમદાવાદ: અમદાવાદના સાક્ષીતા બહેનને હૃદયરોગની બીમારીમાંથી સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યા છે. જેના માટે મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી તેમને આર્થિક મદદ મળી હતી.

સાક્ષીતા બહેનને છેલ્લા દસ વર્ષથી હૃદયની તકલીફ હતી. તેમનું હૃદય માત્ર 20 ટકા કામ કરી રહ્યું હતું. સરકારી તથા ખાનગી હૃદયની હોસ્પિટલમાં તપાસ કરાવતા તેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. જે ખૂબ જ ખર્ચાળ વિકલ્પ હતો.

કોરોના મહામારી વચ્ચે ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પડ્યું

આવા કપરા સમયે સાક્ષીતા બહેનના પતિ પંકજભાઈને મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી મદદ મેળવી શકાય છે તેવી જાણ થઈ. પંકજભાઈએ મુખ્યમંત્રીના કાર્યાલયમાં અરજી કરતાં નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી.

પંકજભાઈને જલ્દીથી આર્થિક સહાય મળે તે માટે અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશભાઈ પટેલે પણ સંકલન સાધી મદદ કરી હતી. સત્વરે આર્થિક સહાયની જોગવાઇ થતાં સાક્ષી બહેનનું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કરી શકાયું. મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનનું ઓપરેશન મુખ્યપ્રધાનના સંવેદનશીલ અભિગમને પગલે સફળતાપૂર્વક સંપન્ન થયું.

સાક્ષીતા બહેનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ ડૉ.ધીરેન શાહે જણાવ્યું છે કે, આ ગુજરાતનું 10મુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે. સાક્ષીતા બહેન હૃદયની બીમારીથી પીડાતા હતા. શિક્ષિકા બહેનને થોડા વર્ષો પહેલા પ્રસુતિના સમયે હૃદય પર ગંભીર અસર થઇ હતી.જેના કારણે સાક્ષીતા બહેનના હૃદયની કાર્યક્ષમતા સતત ઘટી રહી હતી. તેઓનું હ્રદય માત્ર 20 ટકા કામ કરી રહ્યું હતું.આવા સમયે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર ઉપાય હતો. મધ્યમ આર્થિક પરિસ્થિતિના પંકજભાઈને સમયસર સરકાર તરફથી સહાયની જોગવાઇ થતાં તેઓ ઓપરેશન કરાવી શક્યા છે.

ડૉ. ધીરેન વધુમાં જણાવે છે કે, કોરોના મહામારીના સમયમાં પી.પી.ઇ. કીટ પહેરીને કરાયેલું ગુજરાતનું આ પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતું. જેમાં ઓપરેશન પહેલા તબીબ અને પેરામેડિકલ સ્ટાફ સહિત 35 જેટલા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેથી દર્દીને સંક્રમણથી બચાવી શકાય.

ધારાસભ્ય જગદીશભાઈ પટેલે કહ્યું કે, મહામારીના આ કપરા સમયે જરૂરીયાતમંદ પરિવારને હોસ્પિટલના ખર્ચમાં સમયસર મદદ મળી રહે તેવી દરકાર કરી મુખ્યપ્રધાને તેમની સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.