ETV Bharat / city

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ગુજરાત માટે નવા વિકાસનો નવો રાજમાર્ગ - ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે

કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે રસ્તાઓ કરોડરજ્જુ સમાન હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ (Bharatmala Pariyojana) હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે નવા ભારતના નિર્માણમાં ધોરીનસ સમાન પુરવાર થશે. ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે(Delhi Mumbai Expressway) વિકાસને નવી ચેતના આપશે. તો ચાલો જાણીએ આ એક્સપ્રેસ-વેની કેટલીક વાતો...

gujarat will benefit of delhi mumbai expressway

author img

By

Published : Sep 30, 2021, 10:50 PM IST

  • ગુજરાત દેશનું આર્થિક કેન્દ્ર છે
  • એક્સપ્રેસ-વે નવા ધંધા અને રોજગાર લઈને આવશે
  • ગુજરાતમાંથી 423 કિલોમીટરનો રોડ પસાર થશે

અમદાવાદ : દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (Delhi Mumbai Expressway) ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (National Highway Authority of India) દ્વારા અંદાજે 98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ 1,380 કિલોમીટર લાંબો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. આ એક્સપ્રેસ-વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે.

એક્સપ્રેસ-વે 5 રાજ્યોમાંથી પસાર થશે

આ એક્સપ્રેસ-વે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાંથી પસાર થતા જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.

35,100 કરોડના ખર્ચે બનશે ગુજરાતમાં એક્સપ્રેસ-વે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વેના કામની શરૂઆત માર્ચ-2019માં કરવામાં આવી હતી, 1380 કિલોમીટરમાંથી 1200 કિલોમીટરથી વધુ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને કામો પ્રગતિમાં છે. તેની અગત્યની કડી રૂપે ગુજરાતમાં 423 કિલોમીટરનો એક્સપ્રેસ-વે કુલ 35,100 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 390 કિમીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે.

60 મોટા પુલ બનશે

ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે. દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ-વે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ-વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાતમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 ROBનું નિર્માણ કરવામાં આવનાર છે.

કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઈન કરાઈ

ગુજરાત રાજ્યમાં આ કોરિડોરની મુખ્ય વિશેષતા એ છે કે, દિલ્હી વડોદરા વિભાગમાં ટકાઉ ડિઝાઇન સાથે આયોજીત નવીન પેવમેન્ટ ડિઝાઇન અને એક્સપ્રેસ-વેને ટકાઉ બનાવવા માટે આબોહવાની પરિસ્થિતિઓના આધારે વડોદરા મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે. બે કિ.મી લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ-વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ 8-લેન પુલ હશે. ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ-વે વિકાસની ઓળખને નવી ગતિ આપશે.

માર્ચ 2023 સુધીમાં એક્સપ્રેસ-વે તૈયાર થશે

રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ પ્રવાસ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં 33 રોડસાઇડ સુવિધાઓ (WSAs) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર એક્સપ્રેસ-વેનો એક મોટો વિભાગ, વડોદરા અંકલેશ્વરના 100 કિલોમીટરનો વિસ્તાર બાંધકામના અંતિમ તબક્કામાં છે અને માર્ચ 2022 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. માર્ચ 2023 સુધીમાં અંકલેશ્વરથી તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેનાથી વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે.

પ્રવાસનો સમય 24 કલાકથી ઘટી 12 કલાક

નવા એક્સપ્રેસ-વેથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનો પ્રવાસનો સમય લગભગ 24 કલાકથી ઘટીને 12 કલાક થવાની ધારણા છે, એટલે 50 ટકા જેટલી સમયની બચત થશે. આનાથી 320 મિલિયન લિટરથી વધુ વાર્ષિક બળતણની બચત થશે અને 850 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે 40 મિલિયન વૃક્ષો વાવવા સમાન છે.

40 લાખ ઝાડ રોપવાની યોજના

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની પર્યાવરણીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે હાઇવે પર 40 લાખથી વધુ વૃક્ષો અને ઝાડીઓ રોપવાની યોજના છે. પર્યાવરણીય અને વન્યજીવનની અસરને ઘટાડવીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે માટે આ પ્રોજેક્ટનો પાયાનો આધાર રહ્યો છે. આ એક્સપ્રેસ-વે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો છે, જેમાં વન્યજીવોની અનિયંત્રિત હિલચાલની સુવિધા માટે પ્રાણી ઓવરપાસ છે. DME માં ત્રણ વન્યજીવન અને 7 કિમીની સંયુક્ત લંબાઈ સાથે પાંચ ઓવરપાસ હશે અને વન્યજીવોની એકીકૃત હિલચાલ માટે સમર્પિત કરવામાં આવશે.

બે આઈકોનિક આઠ લેન ટનલ બનશે

એક્સપ્રેસ-વેમાં બે આઇકોનિક આઠ લેન ટનલનો પણ સમાવેશ થશે. પ્રથમ મુકુન્દા અભયારણ્ય દ્વારા 4 કિમીના વિસ્તારમાં ભયજનક પ્રાણી સૃષ્ટિને જોખમમાં નાખ્યા વગર અને બીજી માથેરાન ઇકો સેન્સિટિવ એરિયા (MET) માં (ઇકો સેન્સિટિવ ઝોન) 4 કિમી 8 લેન-ટનલમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ દેશના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હશે. આ એક્સપ્રેસ-વેના નિર્માણમાં 1.2 મિલિયન ટનથી વધુ સ્ટીલનો વપરાશ થશે, જે કલકત્તાના જાણીતા હાવડા બ્રિજ જેવા 50 પૂલોના નિર્માણ સમાન છે. આ પૂલોના નિર્માણ દરમિયાન 40 મિલિયન ટ્રક ભરાય તેટલી એટલે કે આશરે 350 મિલિયન ક્યુબિક મીટર માટી ખસેડવામાં આવશે.

8 મિલિયન ટન સિમેન્ટનો વપરાશ

DME એ હજારો પ્રશિક્ષિત સિવિલ એન્જિનિયરો અને 50 લાખથી વધુ માનવ દિવસના કામ માટે રોજગારીનું સર્જન કર્યું છે. આ પ્રોજેક્ટમાં 8 મિલિયન ટન સિમેન્ટનો વપરાશ થશે, જે ભારતની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાનો લગભગ બે ટકા છે.

94 સ્થળો પર વિવિધ સુવિધા ઉભી કરાશે

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વેનું અન્ય એક અનોખું પાસું કોરિડોરમાં વપરાશકર્તાઓની સગવડ અને સલામતી સુધારવા માટે હાઇવે પર 94 સ્થળો પર (વે સાઇડ એમેનિટીઝ -WSAs) વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. એક્સપ્રેસ-વે પર પેટ્રોલ પંપ, મોટેલ, આરામ વિસ્તાર, રેસ્ટોરાં અને દુકાનોનો સમાવેશ થશે. તબીબી કટોકટીની સ્થિતિમાં કનેક્ટિવિટી વધારવા અને લોકોને બહાર કાઢવા માટે આ વે-સાઇડ સુવિધાઓમાં હેલિપેડ પણ હશે.

માર્ચ 2022 સુધીમાં ટ્રાફિક માટે ખૂલી જશે

આ એક્સપ્રેસ-વેમાં દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ જે દિલ્હી-જયપુર એક્સપ્રેસ-વેનો ભાગ છે અને વડોદરા-અંકલેશ્વર વિભાગ જે વડોદરાને ભરૂચના આર્થિક કેન્દ્ર સાથે જોડે છે, માર્ચ 2022 સુધીમાં ટ્રાફિક માટે ખુલવાની અપેક્ષા છે. સમગ્ર એક્સપ્રેસ-વે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. દિલ્હીથી વડોદરા વિભાગ માટે 15,000 હેક્ટર વિસ્તાર માટે જમીન સંપાદન કામગીરી એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે.

ભવિષ્યમાં એક્સપ્રેસ-વે 12 લેન સુધી બની શકે

તદુપરાંત એક્સપ્રેસ-વેની બન્ને બાજુ એટલી ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે કે, ભવિષ્યમાં તેને 12 લેન સુધી વધારી શકાશે. હાલના તબક્કે જે ગતિથી કામ ચાલી રહ્યું છે તે જોતાં રાજસ્થાનમાંથી 380 કિ.મી., મધ્ય પ્રદેશમાંથી 370 કિ.મી., ગુજરાતમાંથી 423 કિ.મી., મહારાષ્ટ્રમાંથી 120 કિ.મી. અને હરિયાણામાંથી 80 કિ.મી.માંથી પસાર થનારો 'ગ્રીન હાઈવે' માર્ચ-2023માં પૂર્ણ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસેવે

  • ગુજરાત માટે સમૃદ્ધિનો રાજમાર્ગ
  • વડોદરા માટે વિકાસની નવી શક્યતાઓના ખોલશે દ્વાર
  • અંદાજે રૂ. 98,000 કરોડના ખર્ચે તૈયાર થશે
  • 1,380 કિલોમીટર લાંબો દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે

દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ-વે

  • એક્સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે
  • ગુજરાતમાં 423 કિલોમીટરના એક્સપ્રેસ વે રહેશે
  • રૂ. 35,000 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થશે
  • ગુજરાતમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 આર.ઓ.બી.નું થશે નિર્માણ
  • દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 24 કલાકથી ઘટી થશે 12 કલાક

દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ-વે

  • 320 મિલિયન લિટરથી વધુ વાર્ષિક બળતણની બચત થશે
  • 850 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનમાં ઘટાડો થશે
  • હાઇવે પર 40 લાખથી વધુ વૃક્ષો અને ઝાડીઓ રોપવાની યોજના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.