- ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી
- વિદ્યાર્થિનીએ ઓનલાઈન પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર બતાવીને નાપાસ કરી
- સ્ટેટ્સ વિષયમાં વિદ્યાર્થિનીને નાપાસ કરી
અમદાવાદઃ ફેબ્રુઆરી માસમાં ગુજરાત યુનિવર્સિટીની બી.કોમના 5માં સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં ધૃતિ પટેલ નામની વિદ્યાર્થિનીને નાપાસ જાહેર કરવામાં આવી છે. 13 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધીમાં ધૃતિએ તમામ પરિક્ષા ઓનલાઇન આપી હતી અને પરિક્ષા આપ્યા બાદ જ્યારે સબમિટ કર્યું ત્યારે યુનિવર્સિટી તરફથી થેંક યુનો જવાબ પણ મળ્યો હતો, પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો તેમાં ધૃતિને સ્ટેટ્સ વિષયમાં ગેરહાજર બતાવવામાં આવી છે. જેને કારણે તેને નાપાસ જાહેર કરવામાં આવી છે. અન્ય વિષયમાં પાસ હોવા છતાં એક વિષયમાં આ રીતે નાપાસ કરતા વિદ્યાર્થિની ચિંતામાં મુકાઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીને મેઈલ ન મળતા વિદ્યાર્થીને કરાયો ફેેઈલ
વિદ્યાર્થીની દ્વારા રજૂઆત કરાશે તો ધ્યાન દોરી પરિણામ આપવામાં આવશે
આ અંગે ETV Bharat દ્વારા પરીક્ષા નિયામક કલ્પીન વોરાને વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ સમસ્યા થઇ હોય તે ધ્યાનમાં નથી. જેથી વિદ્યાર્થિની દ્વારા રજૂઆત આવશે તો ધ્યાન દોરીને ફરીથી પરિણામ આપવામાં આવશે. ત્યારે ક્યાં સુધી યુનિવર્સિટીની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓ ભોગ બનતા રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં બેદરકારી