અમદાવાદઃ ટેકનોલોજીના યુગમાં યુનિવર્સીટીઝ પણ હવે ટેકી બની રહી છે. હવે વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજ્યમાં પ્રથમ વાર કોઇ સરકારી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન કોર્સ શરૂ (Gujarat university Online course Available) કરવામા આવશે. બીકોમ,બીએ, બીબીએના યુજીના 3 કોર્સ ઉપરાંત 10 કોર્સ ઓનલાઈન વિદ્યાર્થીઓ ભણી શકશે. ગુજરાત યુનિવર્સિટી ડિસ્ટન્સ લર્નિંગ કોર્સીસના (Gujarat University Distance Learning Courses) કોર્સ માટે પ્રવેશથી લઇને અભ્યાસ અને પરિણામ તમામ ઓનલાઇન રહેશે. તમામ પ્રક્રિયા આગામી સપ્ટેમ્બર માસથી શરૂ (Gujarat university admission 2022 23) કરવામા આવશે.
કઇ કઇ મંજૂરી મળીઃ સ્ટેટ લેવલના રેટીંગમાં પણ એક માત્ર ફાઈવ સ્ટાર ગુજરાત યુનિવર્સિટી છે. જેને રાજયકક્ષાએ ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. આ બંને સંયોગના કારણે યુનિવર્સિટીને યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટસ કમિશન UGC દ્વારા 10 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, 3 UG લેવલના કોર્સની (UG And PG admission 2022 23 from September ) મંજૂરી મળી છે. આ ઓનલાઈન કોર્સ ચલાવવામાં આવશે. વિશ્વના કોઈ પણ ખૂણેથી કોઈપણ વ્યક્તિ ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University Distance Learning Courses ) ઓનલાઈન અભ્યાસ કરી શકશે.
આ પણ વાંચોઃ Water Logging in Ahmedabad : આવી રીતે વરસાદી પાણી પાર કરતાં વિદેશી વિદ્યાર્થીઓ
વેબસાઈટ પર મુકાશેઃ જ્યારે આનું તમામ ઓપરેશન કન્ટેન્ટ ડિલિવરી, એડમિશન, રિઝલ્ટ ડિકલેરેશન, ડિગ્રી એવોર્ડ આ તમામ વસ્તુ (Gujarat university Online course Available) ઓનલાઈન થશે. હાલમાં કેન્દ્ર સરકારના સ્વયંપ્રભા અને મુક્સમાં દેશમાં સૌથી વધુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 38 જેટલા પ્રોગ્રામ સબમીટ કર્યા છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોતાનું ડિજિટલ કન્ટેન્ટ બનાવશે અને તેને વેબસાઈટ પર મુકવામાં આવશે.
પ્રવેશ પ્રક્રિયાઃ ઓનલાઈન કોર્સમાં ફોરેન્સિક સાયન્સ, આર્ટીફિશ્યલ ઇન્ટલીજન્સ, લેન્ગવેજ, સહિતના 10 કોર્સ જ્યારે બીકોમ, બીએ, બીબીએના યુજીના 3 કોર્સ શરૂ (Gujarat university admission 2022 23) કરવામા આવશે. યુનિવર્સિટીના (Gujarat university Online course Available) આ આયોજનથી બીજી નવી વ્યવસ્થા ઉભી થશે વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટેના આંતરરાષ્ટ્રીય દ્વાર ખુલશે. હાલમાં UGCના એક એપ્રુવલની રાહ જોવાઇ રહી છે માટે પ્રવેશ પ્રક્રિયા આગામી 25મી સપ્ટેમ્બરથી(UG And PG admission 2022 23 from September ) શરૂ થશે.