- દેશમાં સૌથી વધુ રસીકરણ મહારાષ્ટ્ર કરવામાં આવ્યું
- પ્રતિ 10 લાખે સરેરાશ 97 હજારનું રસીકરણ
- રસીકરણમાં ગુજરાત બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને
અમદાવાદ: ગુજરાતમાં કુલ રસીકરણનો આંકડો 69,94,596ને પાર પહોંચ્યો છે. કુલ 62,30,249 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 7,64,347 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. દેશમાં સૌથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી હોય તેમાં ગુજરાત 2જા સ્થાને છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 70.30 લાખને કોરોના રસી આપવામાં આવી છે. જ્યારે, ઉત્તર પ્રદેશ 64.30 લાખ સાથે 3જા સ્થાને, તે બાદ, રાજસ્થાન 61.50 લાખ સાથે 4થા અને પશ્ચિમ બંગાળ 57.70 લાખ સાથે 5માં સ્થાને છે.
આ પણ વાંચો: પરપ્રાંતીય લોકોનું પણ કોરોના રસીકરણ ઝડપથી હાથ ધરાશે: CM રૂપાણી
ગુજરાત રાજ્યમાં ક્યાં શહેરમાં કેટલું થયું રસીકરણ
ગુજરાતમાં પ્રતિ 10 લાખની વસ્તીએ સરેરાશ 96800 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે. અમદાવાદમાંથી 47,116, સુરતમાંથી 66,563, વડોદરામાંથી 34,360, રાજકોટમાંથી 24,386, ભાવનગરમાંથી 30,012, ગાંધીનગરમાંથી 11,679 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો: દેશમાં કોરોના રસીના કુલ 3.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં
દેશમાં ક્યાં કેટલું કરવામાં આવ્યું રસીકરણ
દેશમાં અત્યાર સુધી 6 કરોડથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં રાત્રે 8 વાગ્યા સુધી 7,06,18,026 વેક્સિન થઈ ગયું છે. આમાંથી 6,13,56,345 લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 92,61,681 લોકોને કોરોના વેક્સિનની બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જેમાં 89,03,809 આરોગ્યકર્મી અને 95,15,410 ફ્રન્ટલાઈન વોરિયર્સ શામેલ છે.
કોરોનાના નવા કેસમાંથી 84.61 ટકા કેસ ફક્ત 8 રાજ્યોમાંથી સામે આવ્યાં
આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકની દેશમાં જેટલા કોરોનાના કેસ સામે આવ્યાં છે, તેમાંથી 84.61 ટકા કેસ તો ફક્ત 8 રાજ્યોમાંથી સામે આવ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મામલે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર, બીજા સ્થાને છત્તિસગઢ અને ત્રીજા સ્થાને કર્ણાટક છે. જ્યારે ગુજરાત 8 માં સ્થાને છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 459 લોકોના મોત થયા છે. કોરોનાથી મોત મામલે પણ મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યારે પંજાબ બીજા અને છત્તીસગઢ ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો
ગુજરાતમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે, જેને લઈ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યૂની અવધી પણ વધારવામાં આવી છે. ત્યારે છત્તીસગઢમાં પણ જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈ છત્તીસગઢના કેટલાય જિલ્લામાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. દેશમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. કોરોના રસીકરણના નવા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢમાં 31 માર્ચ સુધીમાં 18 લાખ 62 હજાર 119 લોકોને કોરોના રસી લગાવવામાં આવી છે.