- લેન્ડ ગ્રેબિંગ મામલે બનાસકાંઠાના કલેકટરના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે
- કલેક્ટરે અરજદાર સામે પોલીસ એફઆઈઆર કરવાનો આપ્યો હતો હુકમ
- વર્ષ 2020ના કાયદા અને ગેરબંધારણીય જાહેર કરવાની માગ
અમદાવાદઃ અરજદાર ઉપર આરોપ છે કે, વર્ષ 1972માં તેમણે ખોટી સહી કરીને જમીનનો ખોટો દસ્તાવેજ કરેલો છે. 1972માં અરજદાર 4 વર્ષનો હતો અને જમીન તેના પરિવારના સભ્યોના નામે થઈ હતી. એવામાં સાબરકાંઠાના કલેક્ટરે હુકમ કરેલો કે, અરજદાર સામે પોલીસ એફઆઈઆર દાખલ કરે.
હાઈકોર્ટમાં અરજદારની માગ હતી કે, આ કાયદાને ગેરબંધારણીય ઠેરવવામાં આવે
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કાયદાની જોગવાઈ મુજબ વિશેષ કોર્ટને એવી સત્તા આપવામાં આવી છે કે, સરકારી અથવા તો ખાનગી જમીનના જૂના કેસો પણ ખોલી શકાય અને જમીન માલિકી અંગે નિર્ણય લઈ શકાય છે. આ નિર્ણય તમામને બંધનકર્તા રહેશે. આ પ્રકારની જોગવાઈઓ બંધારણની વિરુદ્ધ તથા કાયદાના એક પરિપ્રેક્ષ્યમાં રાખીને બનાવી છે. આ જોગવાઈઓના લીધે જૂના દસ્તાવેજો અને સક્ષમ કોર્ટ દ્વારા કરાયેલા જૂના હુકમને પણ અસર પડી શકે છે. આથી આ જોગવાઈઓને રદ્દ કરવી જોઈએ. તેમ જ ખાનગી જમીન પર આ કાયદો લાગુ કરવાથી તેનો દુરૂપયોગ થવાની પણ સંભાવના છે.