ETV Bharat / city

હાઇકોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે ચૂંટણીપંચ પાસે માંગ્યો જવાબ - Public Interest Litigation

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માગ કરવા માટે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી(PIL) પર બુધવારે હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે આ મામલે રાજ્યના ચૂંટણીપંચને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટે
હાઇકોર્ટે
author img

By

Published : Jan 27, 2021, 8:51 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી કરવા હાઈકોર્ટમાં PIL
  • 10 ફેબ્રુઆરીના રોજ થશે આગામી સુનાવણી
  • અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે કરી જાહેરહિતની અરજી

અમદાવાદ : હાઇકોર્ટેમાં કરવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માગ કરતી કરવામાં આવી હતી. આ અરજીની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ થશે. અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે. આર. કોષ્ટિ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અરજદાર તરફે કરવામાં આવેલી RTIના જવાબમાં રાજ્ય ચૂંટણીપંચે જણાવ્યું છે કે, રાજ્યના એકમોની ચૂંટણીમાં VVPATનો ઉપયોગ કરવામાં આવતો નથી. આથી ચૂંટણીપંચ પાસે VVPAT ઉપલબ્ધ નથી. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનું ચૂંટણીપંચ જાહેરાત કરે.

હાઇકોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે ચૂંટણીપંચ પાસે માંગ્યો જવાબ

બેલેટ પેપરથી ચૂંટણી અંગે અગાઉ પણ થયેલી છે આ પ્રકારની અરજી?

અરજદાર તરફે આ મુદ્દે 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે, આજ દિવસ સુધી કોઈ જવાબ કે પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનો દાવો અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રાજ્યના ચૂંટણીપંચ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશોની માગ કરી છે. અરજદારે PILમાં સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણીપંચના કેસના જજમેન્ટ પણ ટાંક્યો છે. 19મી સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચે ભવિષ્યમાં દેશમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બૂથ પર EVMની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણીપંચ અને રાજ્યના ચૂંટણીપંચની રચના બંધારણ હેઠળ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.