- બોડકદેવના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પડી શકે છે મુશ્કેલી
- Local Body Elections ના ફોર્મ ભરવામાં માહિતી છૂપાવી હોવાની અરજી
- Gujarat High Court દ્વારા 8 દિવસમાં પગલાં લેવા અપાયો આદેશ
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021 ( Local Body Elections ) વખતે અમદાવાદ મહાનગરપાલિકા ( Ahmedabad Municipal Corporation ) માં બોડકદેવ વોર્ડના ઉમેદવારોએ ફોર્મમાં ભરવાની વિગતો અપૂરતી અને ખોટી આપી હોવાની અરજી અપક્ષના ઉમેદવારે ચૂંટણીપંચ ( Election commission ) સમક્ષ કરી હતી. જોકે, તે સમયે આ અંગે કોઈ પગલાં ન લેવાતા ગુજરાત હાઈકોર્ટ ( Gujarat High Court ) માં અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને હાઈકોર્ટે ચૂંટણીપંચને આ અંગે 8 દિવસમાં પગલાં લેવા આદેશ કર્યો છે.
અપક્ષના ઉમેદવાર દ્વારા કરવામાં આવી હતી અરજી
આ મુદ્દે એડવોકેટ વિવેક ભામરેએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ( Local Body Elections ) દરમિયાન અપક્ષ માંથી એક, કોંગ્રેસમાંથી ચાર અને ભાજપમાંથી ચાર ઉમેદવારોએ બોડકદેવ વિસ્તારમાંથી પોતાની દાવેદારી નોંધાવી હતી પરંતુ અપક્ષના ઉમેદવાર સિવાય અન્ય 8 ઉમેદવારોએ ફોર્મમાં આપવાની વિગતો અધૂરી અને ખોટી આપી હતી. જેના કારણે અપક્ષના દાવેદાર અને અરજી કરનારા નિલેશભાઈ મિસ્ત્રીએ આ સામે વિરોધ ઉઠાવ્યો હતો. અગાઉ તેમણે ચૂંટણી અધિકારીને આ અંગે રજૂઆત પણ કરી હતી પરંતુ કોઇ પગલાં ન લેવાતા ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court ) માં અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી સામે ચૂંટણીપંચ ( Election Commission ) ને 8 દિવસમાં પગલા લેવા કહ્યું છે.
હાલ બોડકદેવમાં 4 કાઉન્સિલર ભાજપના
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ( Local Body Elections ) બાદ બોડકદેવ વિસ્તારની ચારેય સીટ ઉપર ભાજપની જીત થઈ છે. અહીં દેવાંગ અદાણીને ફરી વખત ટિકિટ મળતા તેઓ ફરીથી આ વિસ્તારના કાઉન્સિલર બન્યા છે. તેમજ અગાઉ તેમને હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ પરિવહન અને ટાઉન પ્લાનિંગ કમિટીના પણ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.