અમદાવાદ : અમદાવાદ શહેરમાં વર્ષ 2018માં આરોપીને સગીરાનું (Ahmedabad Kidnapping Case) અપહરણ કર્યું હતું અને તે સગીરાએ લગ્ન વગર એક બાળકને જન્મ આપ્યો હતો. જેને લઇને પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ મામલે કોઇ ફરિયાદ દાખલ ન કરતા તેમજ આ મામલે કોઇ ગંભીર નોંધ ના લેતા સગીરાના પરિવારે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ કેસ દાખલ કર્યો હતો. જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠમાં આ સમગ્ર કેસ ચાલ્યો હતો.
કેસની વિગત - આ સમગ્ર કેસની વિગતો જોઈએ આરોપી દ્વારા સગીરા જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેનું અપહરણ (HC in Ahmedabad Kidnapping Case) કરવામાં આવ્યું હતું. વાસ્તવીકમાં જોઈએ તો સગીરા પોતાના પિતા સાથે મંદિર પાસે ફૂલ વેચવાનું કામ કરતી હતી. અને ત્યા જ આરોપી યશ પથ્થર ફોડવાનું કામ કરતો હતો. ત્યારે તેઓ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા જે સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યારબાદ આરોપી સગીરાને ભગાડીને લઈ ગયો હતો. આ મામલે સગીરાના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આ કેસ સંદર્ભે કોઇ કાર્યવાહી ન કરતાં માત્ર અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા વધારે સઘન તપાસ હાથ ન કરતા આ કેસને માત્ર દેખાવ પૂરતી તપાસ કરીને કેસને રફેદફે કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સગીર છોકરી પોતાની મરજીથી પ્રેમી સાથે ક્યાંક જાય તો તે અપહરણ નથી : છત્તીસગઢ હાઈકોર્ટ
ફરિયાદ નોધાવતા આરોપીએ કર્યું માતાનું અપહરણ - સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા આરોપીએ સગીરાની માતાનું પણ અપહરણ કરી લીધું હતું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વાડજ પોલીસે આરોપીને શોધવા માટે કોઈ પગલાં ન લીધા અને ફરિયાદી તાલીમ આપીને ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરી રહ્યા હતા. જોકે સગીરાના પિતાએ જાન્યુઆરી 2022માં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ છોકરીને વાડજ પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવી હતી. છોકરી તેની માતા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. સગીરા (ધારા) હાજર થતા તેને નવ મહિનાનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ત્યારે ધારા 17 વર્ષની નાબાલિગ અવસ્થામાં હતી. પિતાએ આ મામલે ફરિયાદ કરી તો પણ પોલીસ દ્વારા પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ન હતી. જેને આ સમગ્ર મામલે સગીરાના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
પોલીસની કામગીરી પર કોર્ટ નારાજ - અરજદાર વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે, પરિવાર દ્વારા પોલીસ સામે ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરવા છતાં પણ તેમને કોઈ કાર્યવાહી કરી નથી. આરોપી દ્વારા સગીરાને (HC in Minor Girl Kidnapping Case) માતાને બ્રેઈન વોશ કરીને બળજબરી પૂર્વક તેની સાથે રાખવા ફરજ પાડી હતી. જે મામલે, કોર્ટે આ મુદ્દે પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી કે માતા-પિતા દ્વારા સતત ફરિયાદ કરવામાં આવતા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. તેને લઈને કોર્ટે ઈન્વેસ્ટીગેશન ઓફીસરની બોલાવવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : Tanya Murder Case Nadiad: નડીયાદના બહુચર્તિત તાન્યા અપહરણ અને હત્યા કેસમાં 3 આરોપીઓને મૃત્યુ પર્યંત કેદની સજા
કોર્ટે કરી પોલીસને ટકોર - કોર્ટે આ મામલે ગંભીરતાથી ટકોર કરતા કહ્યું કે, આ કેસને સંપૂર્ણપણે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, અને રિપોર્ટ ફાઈલ કરવામાં આવે. આ બાબતોને લઈને પોલીસે ગંભીરતા દાખવીને કેસને હેન્ડલ કરવો જોઈએ. કોર્ટનું આ સમગ્ર મામલે એવું અવલોકન હતું કે, આ કેસમાં માઈનોરની વિરુદ્ધમાં સેક્યુઅલ ઓફેન્સનો ગુનો બને છે અને તે માટે આરોપીને (Ahmedabad Crime Case) સામે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવામાં આવે. જો કે, હાઈકોર્ટના થયેલી પિટિશન બાદ પોલીસે (Vaduj Police Station) આરોપી સામે ગુનો નોંધીને ,તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.