- 19 માર્ચથી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કરશે વિરોધ
- એસોસિએશને ચીફ જસ્ટિસને પાઠવ્યો પત્ર
- પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા કરી રજૂઆત
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસને પત્ર પાઠવ્યો હતો. કોરોનાની અસર હળવી થતા તાત્કાલિક ધોરણે ફિઝિકલ કોર્ટ શરુ કરવામાં આવે તે માટેનો પત્ર 2 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યો હતો.
પ્રત્યેક્ષ સુનાવણી ક્યારે શરૂ થશે, કોઈ જ સ્પષ્ટતા નહી...
1 માર્ચથી ચાર મહાનગરપાલિકાઓની તમામ નીચલી અદાલતોમાં પ્રત્યેક્ષ સુનાવણી શરૂ થવા જઈ રહી છે ત્યારે હજી પણ હાઇકોર્ટમાં પ્રત્યેક સુનાવણી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.