- બાળકોમાં આંખના નંબર આવવાનું પ્રમાણ વધ્યું
- સતત મોબાઇલ અને કોમ્પ્યુટરમના ઇન્ફરારેડ કિરણો આંખમાં કરી રહ્યા છે અસર
- સરકારે ચશ્મા બનાવતી દુકાનોને ખુલ્લી રાખવાની જાહેરાત કરી
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા આંખના નંબરના ચશ્માઓ બનાવતી દુકાનોને પણ મેડિકલ સુવીધાઓમાં ગણવામાં આવતા હવે ઓપ્ટિકલની દુકાનો પણ ખુલ્લી રહેશે. કોરોનાની પરિસ્થિતિમાં મોટા ભાગના લોકો હવે ધરેથી જ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, બાળકોને ઓનલાઇન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેને લઇને સતત મોબાઇલ કે કોમ્પ્યુટર સામે બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ હવેથી રેમડેસીવીર ઈન્જેક્શન માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહીં
ફેશનના ચશ્માના વેચાણમાં મોટો ઘટાડો
ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવતા બાળકોમાં આંખના નંબર આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ દાવો અમદાવાદ ઓપ્ટિકલ ઓસિસિએશનના પ્રમુખ કાંતિ માળીએ કર્યો છે. અમદાવાદ શહેરમાં 1200થી વધારે ઓપ્ટિકલની દુકાનો આવેલી છે. દુકાનોમાં હાલ કોરોનાની પરિસ્થિતિ બાદ ફેશનના ચશ્માના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. લોકો ફરવા જતા જ નથી, જેના લીધે ફેશનના ચશ્માનું વેચાણ પણ થતુ નથી.
આ પણ વાંચો: દેશની સૌથી મોટી કોરોના કેર હોસ્પિટલ બંધ થશે, કેન્દ્ર સરકારનો નિર્ણય
બાળકોને નંબર આવી જવાના કેસમાં 30 ટકા વધારો
કોરોનાની પરિસ્થિતિ બાદ બાળકોને ઓનલાઇન શિક્ષણમાં આંખના નંબરો આવવાનું પ્રમાણ વધી ગયું છે. સતત બાળકો મોબાઇલ અને કોમ્પ્યુટરમાં બેસીને અભ્યાસ કરતા હોવાથી આંખમાં ઇન્ફરારેડ કિરણો અસર કરી રહ્યા છે. જેને લઇને, બાળકોને નંબર આવી જવાના કેસમાં 30 ટકા જેટલો સરેરાશ વધારો નોંધાયો છે. કોરોનામાં ઘરે બેસીને કામ કરનારા લોકોમાં પણ હાલ ઇન્ફરારેડ પ્રોટેક્સન ગ્લાસ બનાવી રહ્યા છે. જેના કારણે મોબાઇલ, ટીવી અને કોમ્પ્યુટરના લીધે કિરણો આંખમાં જતા નથી અને આંખ દુઃખવાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. લોકડાઉનમાં સરકાર દ્વારા પણ ઓપ્ટીકલને મેડિકલ સુવિધામાં ગણતા લોકોને મોટી રાહત મળી છે.