- ગુજરાતમાં ચોમાસું એક સપ્તાહ વહેલું બેસ્યું
- ગુજરાત પર વરસાદી વાદળોનો જમાવડો
- 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે, ભારે બફારો પણ અનુભવાઈ રહ્યો છે. ત્યારે, હવામાન વિભાગ ( Meteorological Department) દ્વારા સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ ( Rain ) પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત, 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાંચો: નેઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
તાજેતરની સેટેલાઈટની તસવીર જોતાં ગુજરાત પર વરસાદી વાદળોનો જમાવડો જોવ મળી રહ્યો છે. ત્યારે, આગામી 5 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટાછવાયો વરસાદનું આગમન થશે. આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ-પંચમહાલ, મહીસાગર, કચ્છ, આણંદ, ખેડા અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થશે.
આ પણ વાંચો: Rain Forecast: ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ
3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને અમરેલીમાં વરસાદ ( Rain ) થવાની આગાહી છે. બુધવારે આવેલા વરસાદને કારણે દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઘટ્યું છે. જ્યારે બીજી તરફ, બફારો વધ્યો છે. ગુરુવારના રોજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થયો હતો.