- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1160 નવા કેસ
- 24 કલાકમાં 1384 દર્દી સાજા થયા
- આજે કોરોનાએ 10 દર્દીઓનો લીધો ભોગ
અમદાવાદઃ રાજ્યના આરોગ્ય વિભાગ દરરોજ કોરોનાને લઈ માહિતી આપવામાં આવે છે, જેમાં આજે સત્તાવાર જાહેર કરાયેલ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1160 પોઝિટિવ કેસ નોંધાયા છે, રાજ્યમાં કુલ 12,647 એક્ટિવ કેસ છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,31,073 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં રિકવરી રેટ 92.71 ટકા
છેલ્લા 24 કલાકમાં 1384 દર્દીઓ નેગેટિવ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,14,223 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ ગઈકાલે જે 92.57 ટકા હતો, જે આજે 92.71 ટકા થયો છે.
આજે 54,864 ટેસ્ટ થયા
રાજ્યમાં આજે 54,864 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 88,35,130 ટેસ્ટ કરાયા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં આજે કુલ 5,32,969 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જેમાંથી 5,32,827 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 142 વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઈન કરાયા છે. હોસ્પિટલમાં 67 લોકો વેન્ટિલેટર પર છે અને 12,580 લોકો સ્ટેબલ છે.
કોરોનાથી અમદાવાદમાં 5ના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના મોત થયા છે, આજે અમદાવાદમાં 5, સુરતમાં 2 અમરેલીમાં 1, રાજકોટમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું કોરોનાના કારણે મોત નિપજ્યા છે. આજે અમદાવાદમાં કોરોનાના નવા 239 કેસ, જ્યારે સુરતમાં 169 નવા કેસ, વડોદરામાં 149 નવા કેસ, રાજકોટમાં 129 નવા કેસ, મહેસાણામાં 42 નવા કેસ, ગાંધીનગરમાં 53 નવા કેસ નોંધાયા છે.