- રાજ્યમાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1120 નવા કેસ
- 24 કલાકમાં 1389 દર્દી સાજા થયા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 11 છે. આજે 1389 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1120 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13018 કેસ એક્ટિવ છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 2,28803 નોંધાયા છે.
રાજ્યમાં રિકવરી રેટ 92.48 ટકા
છેલ્લા 24 કલાકમાં 1389 દર્દીઓ નેગેટિવ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,28,803 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ ગઈકાલે જે 92.33 ટકા હતો, જે આજે 92.48 ટકા થયો છે.
આજે 60,423 ટેસ્ટ થયા
રાજ્યમાં આજે 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 87,25,383 ટેસ્ટ કરાયા છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજની તારીખે કુલ 5,37,476 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જેમાંથી 5,37,340 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 136 વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઈન કરાયા છે. આજે હોસ્પિટલમાં 63 લોકો વેન્ટિલેટર પર છે. અને 12,955 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.
કોરોનાથી અમદાવાદમાં 8ના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક 11 રહ્યો છે, ગઈકાલે પણ 11ના મોત થયા હતા. આજે અમદાવાદમાં 7ના મોત, સુરતમાં 3, વડોદરામાં 1નું મોત થયું છે. અમદાવાદમાં આજે કોરોનાના નવા 247 કેસ આવ્યા છે. સુરતમાં 175 નવા કેસ, વડોદરામાં 151 નવા કેસ, રાજકોટમાં 129 નવા કેસ, મહેસાણામાં 47 નવા કેસ, ગાંધીનગરમાં 34 નવા કેસ આવ્યા છે.